News of Tuesday, 17th September 2024
હીરામણિ શાળામાં હિન્દી દિવસની ઉજવણી

રાજકોટઃ અમદાવાદની હીરામણિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્ય ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી, વરૂણભાઇ અમીન, શાળાના સી.ઇ.ઓ. ભગવતભાઇ અમીન, શાળાના આચાર્ય ભારતીબેન મિશ્રા અને કો.ઓર્ડિનેટર શ્રી ભરતભાઇ પટેલ વગેરે એ વિશ્વ હિન્દી દિવસની શુભેચ્છા પાઠવી હતી.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
