News of Tuesday, 17th September 2024
... અને અનુપમસિંહ ગેહલોતે ઇદ, ગણપતિ મહોત્સવ અંતર્ગત ૨૬ને પાસામાં ધકેલી દીધા
અસામાજિક તત્વોને તાળા તોડી બહાર કાઢી પદાર્થ પાઠ શીખવ્યા છતાં હજુ ચોક્કસ તત્વો હજુ સખણા નહિ રહે તેવી દહેશત વિવિધ વિસ્તારના લોકો દ્વારા સીપી સમક્ષ થઇ હતી ભયજનક તત્વો વિરૂધ્ધ રાત ઉજાગરા કરી પીસીબી પીઆઇ આર.એસ.સુવેરા ટીમ દ્વારા ફૂલપ્રુફ દરખાસ્ત : રીઢા ગુનેગારોથી જેલ ભરો આક ૪૪૨ પર પહોંચી ગયો...

રાજકોટ તા. ૧૭ : ઈદ અને ગણપતિ મહોત્સવ અને વિસર્જન બન્ને એક દિવસના અંતરે હોવાથી અને સુરતના ચોક બજાર વિસ્તારમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા ગણપતિ પંડાલમાં પથ્થરમારો અને પોલીસ પર પત્થર ફેંકવાની હિંમત કરતા ઉકળી ઉઠેલા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા પોલિસના જાંબાજ અધિકારી અને સ્ટાફને સાથે રાખી રાતોરાત સુરક્ષિત સ્થાન પર અલીગઢિયા તાળા લગાવી છુપાયેલા તત્વોને લોકોનો લાગણી અનુસાર તાળા તોડી જિંદગીભર યાદ રહે તેવી ટ્રીટમેન્ટ આપતા લોકો દ્વારા બધી પીડા ભૂલી સુરત પોલીસ જિંદાબાદનાં નારા લગાડ્યા હતા, ત્યારબાદ પણ કેટલાક ભયજનક તત્વો, બુટલેગર તરીકે જાણીતા તત્વો વાતાવરણ બગડશે તેવી ચિંતા વ્યકત કરેલ.
સામાન્ય લોકોના હમદર્દ એવા આ આઇપીએસ દ્વારા લોકો તહેવાર કોઈ ચિંતા વગર ઉજવી શકે તે માટે પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાને વિવિધ પોલીસ મથકના ભૂયજનક, બૂટલેગર જેવા લોકોના નામ મંગાવી તેની કર્મ કુંડળી તૈયાર કરાવી પાસાની વ્યાખ્યામાં આવતા લોકોની દરખાસ્ત તૈયાર કરી પોતાની સમક્ષ મૂકવા આદેશ આપતા, પીસીબી બ્રાન્ચની વિશેષ ટીમો દ્વારા વિવિધ પોલીસ મથકોની વહેચણી કરી લિસ્ટ દ્વારા મંગાવી તેનો અભ્યાસ કરી અને સીપી સમક્ષ રજૂ કરી અને છેલ્લા પાંચ દિવસમાં ૨૬ લોકોને પાસા હેઠળ ધકેલતા લોકો પણ પોતાની આશાથી વિશેષ અનુપમસિહ ગેહલોત દ્વારા કાર્યવાહી થતાં સીપી ઓફિસ પહોંચી અનુપમસિંહ ગેહલોત પર શુભેચ્છાઓ વર્ષાવી હતી.
(3:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
