News of Tuesday, 17th September 2024
ગુજરાતમાં વરસાદની વિદાયની વેળા નજીક :આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી
દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ઝાપટા વરસી શકે : જાણો ક્યાં ક્યાં જિલ્લામાં હળવા ઝાપટા પડશે

અમદાવાદ :ગુજરાતમાં વરસાદની વિદાયની વેળા નજીક હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં ક્યાંક હળવા ઝાપટા વરસી રહ્યાં છે. જોકે ભારે વરસાદની શક્યતા હાલ જણાતી નથી. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, 20થી 23 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા ઝાપટા વરસી શકે છે.
17 અને 18 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં વરસાદની શક્યતા નથી.
19 સપ્ટેમ્બરના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદમાં વરસાદની શક્યતા નથી.
20થી 23 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતા નથી.
(6:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
