<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th September 2024

રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઊંઝામાં 5315 રૂપિયા બોલાયો: જાણો રાજ્યની 26 માર્કટિંગ યાર્ડમાં શું ભાવ રહ્યો? : જુઓ સંપૂર્ણયાદી

ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,053.90 ટન જીરાની આવક થઇ

અમદાવાદ :આજે ગુજરાતની 26 માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,053.90 ટન જીરાની આવક થઇ છે. રાજ્યમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 5315 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 4200 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાધનપુરમાં 4925 રૂ., માંડલમાં 4828 રૂ., હળવદમાં 4822 રૂ. અને વાવમાં 4787 રૂપિયા ભાવ બોલાયો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની કુલ 713.47 ટન આવક થઇ છે. મહેસાણા જિલ્લામાં 699.10 ટન, રાજકોટમાં 109 ટન, મોરબીમાં 70.60 ટન, જૂનાગઢમાં 60 ટન, જામનગરમાં 36.50 ટન, દેવભૂમિ દ્વારકામાં 23.50 ટન, પાટણમાં 21.90 ટન, બોટાદમાં 12.50 ટન, અમદાવાદમાં 8.22 ટન, કચ્છમાં 4.98 ટન, બનાસકાંઠામાં 3.87 ટન, સુરેન્દ્રનગરમાં 2.33 ટન, પોરબંદરમાં 1 ટન અને અમરેલીમાં 0.40 ટન જીરાની આવક થઇ છે.

(10:42 PM IST)