તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 17th September 2024
વકફ બીલ સબંધી સમિતિના અધ્યક્ષને સાંસદ મનસુખભાઈ વસાવાએ લખ્યો પત્ર
વકફ બોર્ડને મળતા દાનમાંથી બાળકોને અલકાયદા અને જેહાદ જેવા કાર્યોમાં સામેલ કરાય છેઃ મનસુખભાઈ વસાવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:હાલમાં વકફ બિલ મૂદ્દે વિવાદ ઘેરો બની રહ્યો છે, અમુક લોકો એનો વિરોધ કરી રહ્યા છે. તો અમુક લોકો સમર્થન કરી રહ્યા છે. ત્યારે આ તમામની વચ્ચે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ વકફ બીલ મુદ્દે વકફ બીલ સંબંધી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને પત્ર લખ્યો છે.
મનસુખભાઈ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે વકફ સંપતિઓ પર અતિક્રમણને રોકવા આ બિલ જરૂરી છે.એપ્રિલ 2022 અને 2023 સુધી સી.પી.જી.આર.એ.એમ.એસ ના આંકડા મુજબ 566 ફરિયાદોમાંથી 194 વફ ભુમિ પર અવૈધ અતિક્રમણ અને હસ્તાંતરણ સંબંધિત તથા 93 ફરિયાદો વફ/ મુતવલ્લીઓ અધિકારીઓ વિરુદ્ધ હતી.
ન્યાયાધિકરણના કામકાજ પર નજર કરીએ તો 40, 951કેસો હજુ બાકી છે.જેમાંથી 9 હજાર 942 કેસો મુસલમા નો દ્વારા વકફનુ સંચાલન કરતી સંસ્થાઓની વિરૂદ્ધમાં દાખલ કરાયા છે. વડફ બોર્ડ પાસે 1.2 લાખ કરોડ કિંમતની 8 લાખ એકર જમીન છે. બડફ સંપત્તિઓના સંચાલનની સાથે વકફ બોર્ડને મળતાં દાનથી મસ્જિદમાં નાના બાળકોને અલકાયદા અને જેહાદ જેવા ગેરસામાજીક કાર્યોમાં સામેલ કરાય છે.
સાંસદે પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ એકવાર વકફ માટે સંપતિ જાહેર થાય એ હંમેશા વકફની જ બનીને રહી જાય છે એટલે ઘણા વિવાદ સામે આવ્યા છે. વર્ષ 2022 માં તામિલનાડુ માં વફ બોર્ડે હિંદુઓ દ્વારા વસાયેલ પુરે થી રુંચેનદુરઈ ગામ પર વકફ હોવાનો દાવો ઠોકી દીધો હતો. સુરત નગરનિગમ ભવન પર પણ વકફની સંપતિ હોવાનો દાવો કરાયો હતો. કલકત્તાના ટોલી ગંજ ક્લબ, રોયલ કલકત્તા ગોલ્ફ ક્લબ અને બેંગ્લોરમાં આઈટીસી વિંડસર હોટેલને પણ વકફની જમીન હોવાનો દાવો થયો હતો. આવી રીતે સામાન્ય માણસની જીવનભરની જમાં પુંજી પર વક્ક પોતાનો કબ્જો કરી લે છે. સાઉદી અરબ, મિશ્ર, કુવૈત, ઓમાન, બાંગ્લાદેશ અને તુર્કી દેશોની જેમ ભારત માં પણ વડફ સંપતિઓ પર સરકાર દ્વારા સ્થાપિત કાયદો અને સંસ્થાઓનું નિયંત્રણ હોવું જોઈએ
(11:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
