તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Wednesday, 18th September 2024
કડીના ઝુલાસણ એટેન પેપર મીલમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી
મીલમાં આગ લાગતાં ધૂમાડાના ગોટે ગોટા:જાણ થતાં ફાયર ફાઈટરની ટીમો ધટના સ્થળે દોડી આવી

મહેસાણાના કડી તાલુકાના ઝુલાસણ એટેન પેપર મીલમાં આગ લાગી છે. એટેન પેપર મીલમાં અચાનક આગ ભભૂકતા અફડાતફડી થવા પામી હતી. એટેન પેપર મીલમાં આગ લાગતાં ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
ઝુલાસણ એટેન પેપરમીલમાં આગ લાગતા કડી, કલોલ તેમજ મહેસાણા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ધટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમો ધટના સ્થળે દોડી આવી અને મહામુસીબતે આગ ઉપર કાબૂ મેળવાયો છે. મોટી જાનહાનિ થતાં ટળી છે.
(12:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
