News of Wednesday, 18th September 2024
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં હીટ એન્ડ રન : માતા-પુત્રને ટક્કર મારી કાર ચાલક ફરાર
દીકરા પ્રતિરાજસિંહ, પત્ની જીવુબેનને ગંભીર ઇજાઓ પહોંચી

અમદાવાદના ગોતા ઓગણજમાં રહેતા અને યુકેની કંપની માટે સોફ્ટવેર ડેવલોપર તરીકે કામ કરતા રણજિતસિંહ ભલગરીયા ગત તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સાંજે સાડા સાતથી આઠ વાગ્યાના સુમારે પોતાના પત્ની તથા 12 વર્ષીય દીકરો પ્રતિરાજસિંહ સાથે ઉમિયા સર્કલથી ન્યુ સાયન્સ સીટી રોડ શ્રીજી પાર્ટી પ્લોટ તરફ ઇવનિંગ વોક માટે નીકળેલ હતા. ત્યારે અચાનક પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ એક કારના ચાલકે તેઓના પત્નિ અને દીકરાને ટક્કર મારતાં ડાબી સાઇડમાં ચાલતા દીકરા પ્રતિરાજસિંહ, પત્ની જીવુબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે તાત્કાલિક દવાખાને ખસેડ્યા હતા.
કાર ચાલક અકસમાત સર્જી ફરાર થઇ ગયો છે. અકસ્માત સંદર્ભે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે.
(12:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
