News of Thursday, 19th September 2024
એ રીઢા ગુનેગારે ભીડમાં ચેન કે પાકીટ ખેચવાને બદલે એસીપીનાં કમાન્ડોની કારતૂસ સાથેની રિવોલ્વર માખણમાંથી વાળ કાઢે તે રીતે કાઢી લેતા ખળભળાટ મચી ગયેલ
એ ભરેલ રિવોલ્વર કોઈ લૂંટ કે હત્યામાં વપરાય તે પહેલાં મૂળ સૌરાષ્ટ્રના વતની એવા સુરત ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમે સુરતના રીઢા ગુનેગારોની આગવી ઢબે સરભરા કરી નસીમ સુધી પહોંચી જતા પોલીસ તંત્રે હાશકારો લીધેલ,ભીતરની રસપ્રદ કથા : ૪૪૨ જેટલા રીઢા ગુનેગારોની જેલ ભરનાર સીપી અનુપમસિંહ ગેહલોત દ્વારા વિચલિત થયા વગર ક્રાઇમ બ્રાન્ચના જેસીપી રાંઘવેન્દ્ર વસ્ત, ડીસીપી ભાવેશ રો જીયાને જવાબદારી સુપ્રત કરી અને વિવિધ ટીમોએ રાતોરાત પરિણામ લાવી ,સુરત પોલીસ ગુનેગારોની બે ડગ આગળ હોવાનું પુરવાર કરતાં ગાંધીનગર સુધી નોંધ લેવામાં આવી

રાજકોટ તા.૧૯: સુરતમાં તાજેતરમાં એક એક ગંભીર છતાં રસપ્રદ ઘટના ઘટી હતી. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ ઘટનાને પોલીસ તંત્રની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી સુરત ક્રાઈમ બ્રાન્ચને કામે લગાડી દેતા જોઇન્ટ સીપીનાં માર્ગદર્શન હેઠળ ડીસીપી ભાવેશ રોજીયાનાં નેતૃત્વ હેઠળ મૂળ સૌરાષ્ટ્રના વતની એવા તરવરિયા યુવા પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમે હાર્ડ અને સ્માર્ટ વર્ક દ્વારા આખો મામલો ઉકેલી સુરત પોલીસ ગુનેગારોથી પાછળ નહિ બે ડગલાં આગળ હોવાનું પુરવાર કરી દેતા સીપી સહિતના સિનિયર અધિકારીઓ અને રાજયભરમાંથી અભિનદન વર્ષ થઈ રહી છે.
ઈદ તહેવાર અંતર્ગત મદદનીશ પોલીસ કમિશનર જે.એ.પઠાણ તેમના કમાન્ડો હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ બંદોબસ્તમાં હતા, ખૂબ ભીડ હતી. દરમિયાન આ ભીડનો લાભ ઉઠાવી એક રીઢો ગુનેગાર ભીડ સાથે ભળી ગયો, અહી સુધી તો ઠીક આ ખિસ્સાકાત્રુ કહો કે રીઢો ગુનેગાર તેને શું સૂઝ્યું કે કોઈના કીમતી ચેન પાકીટ ચોરવાને બદલે પોતાની આવડતનો પરચો બતાવી મારવો તો મીર એ કહેવત મુજબ એસીપીનાં કમાન્ડોની સર્વિસ રિવોલ્વર માંખણમાથી વાળ ખેંચી કાઢે તે રીતે કારતૂસ સાથે ખેંચી લીધી.
સુરતમાં એક તરફ પોલીસ કમિશનર દ્વારા પીસીબી પીઆઇ આર.એસ. સુવેરાં ટીમ દ્વારા રીઢા ગુનેગારોથી જેલભરો આંદોલનથી ફફડાટ વચ્ચે આ ઘટના ખૂબ ગંભીર પ્રકારની હતી, રિવોલ્વરનો કોઈ ગુન્હાહિત કાર્યમાં ઉપયોગ થાય તે પહેલાં આખું ઓપરેશન પાર પાડવાનું હોવાથી સીપી દ્વારા વિચલિત થવાને બદલે તુરંત ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો રચવા સૂચના સાથે તત્કાલીક પરિણામ માટે સૂચના અનુસાર કાર્યવાહી કરવામાં આવી , અનેક ગુનેગારોને ઉપાડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગવી ઢબે સરભરા દરમિયાન ઉતર પ્રદેશના મૂળ વતની અંગે પીઆઇ જયરાજસિંહ ઝાલા ટીમના પીએસઆઈ ટીમને એક સચોટ બાતમી મળી, અને અનેક ગુન્હાઓના આરોપી નસીમ અખ્તરને ઉપાડી રિવોલ્વર કારતૂસ કબ્જે કરવા સાથે આખી જિંદગી યાદ રહે તેવી સરભરા કરવામાં આવી, આમ ક્રાઇમ બ્રાન્ચે રિવોલ્વર શોધી ઘણી ગંભીર ઘટનાઓ અટકાવી દીધી હતી.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
