તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Thursday, 19th September 2024
રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરુ થઈ શકે
સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી

અમદાવાદ : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં બફારાનો અનુભવ થાય તેવી શક્યતા છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડ શરુ થઈ શકે છે. સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ છે.
આ ઉપરાંત ચારથી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે. તેમજ રાજ્યમાં બેથી પાંચ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તો ઓક્ટોમ્બર મહિનામાં ચોમાસુ વિદાય લઈ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
