News of Thursday, 19th September 2024
મહીસાગર જીલ્લાના સંતરામપુરમાં ૧ ઇંચ : ૧૮ તાલુકામાં છુટો છવાયો વરસાદ
આજે ગુજરાત - સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

અમદાવાદ તા. ૧૯ : ગુજરાતમાં મેઘરાજાએ છેલ્લા કેટલાક દિવસોથી વિરામ લીધો છે. છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૮ તાલુકામાં મેઘમહેર થઈ છે. માત્ર મહીસાગરના સંતરામપુર તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે ૧૮ તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. જાણો ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો વરસાદ થઇ શકે છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડામાં વરસાદની શક્યતા નથી
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
