<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

મહેસાણામાં ૨૮ વાહન ચાલકોના લાયસન્‍સ રદ..

મહેસાણાઃ આરટીઓ કચેરીએ પોલીસના સહયોગથી જિલ્લામાં બેફામ વાહનો ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરી કુલ ૨૮ વાહનચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ૨૮ વાહનચાલકોના ડ્રાયવિંગ લાયસન્‍સ ૬ મહિના માટે રદ્દ કરવામાં આવ્‍યા છે. વારંવાર નિયમ ભંગ કરનારાના લાયસન્‍સ કાયમી રદ થશે. તેમ જણાવાયું છે. બેફામ ડ્રાઈવિંગ, ગફલતભર્યું ડ્રાઈવિંગ કે અકસ્‍માતમાં કોઈ વ્‍યક્‍તિનું મળત્‍યુ નીપજાવનારા વાહનચાલકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

મહેસાણાના RTO શ્રી સ્‍વપિ્નલ પટેલે જણાવ્‍યું કે આ એવા લોકો છે કે જે ગંભીર બેદરકારીથી વાહન ચલાવે છે, કે ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો હોય, અથવા અકસ્‍માતમાં કોઈનું મોત નીપજાવ્‍યું હોય.

(2:42 PM IST)