News of Thursday, 19th September 2024
પીએમના કાર્યક્રમ માટેનો ડોમ ઉતારતી વખતે તુટી પડયોઃ ૯ શ્રમિકો ઘાયલઃ ૨ ગંભીર
અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મોડી રાતે ઘટના

અમદાવાદ,તા. ૧૯: અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસ વખતે અહીં તૈયાર કરાયેલા જર્મન ડોમને ઉતારવામાં આવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દરમિયાન ડોમની નીચે દટાઈ જતાં ૯ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમા ૨ની હાલત અત્યંત ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.PAL ઈવેન્ટ્સ દ્વારા આ ડોમ તૈયાર કરવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર આ ઘટના ડોમ ખોલતી વખતે બની હતી. અહીં એકભાગ ખોલતા શ્રમિકો ઉપર બીજો ભાગ પડ્યો હતો. જોકે સદભાગ્યે આ ઘટના ચાલુ કાર્યક્રમે નહોતી બની જેના લીધે હજારો લોકોના જીવ બચી ગયા. કારણ કે આ કાર્યક્રમમાં હજારો લોકોએ હાજરી આપી હતી.
ઈજાગ્રસ્તોને નજીકમાં વષાાપુરની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં આ ઘટના વિશે જાણકારી મેળવતાં વિષ્ણુ નામના પીડિતે જણાવ્યું હતું કે અમે લગભગ ૪૦ ફૂટની હાઈટ પરથી આ ડોમ ખોલવાનું કામ કરી રહ્યા હતા અને તે સમયે જ ડોમ પડ્યું જેના લીધે અમે પણ નીચે પટકાયા હતા. અમે કુલ ૧૨ લોકો હતા. આ ઘટના મોડી રાતે ૩ વાગ્યે બની હતી. જેના બાદ અફરા તફરીની સ્થિતિ સર્જાઈ હતી. મોટાભાગના લોકો ઈજાગ્રસ્ત હોવાને કારણે કોઈને કાંઈ સમજાઈ રહ્યું નહોતું. પછી નજીકમાં જ વષાાપુર ખાતે ખાનગી વાહનમાં અમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સદભાગ્યે અમારી સાથે કોઈ મહિલા શ્રમિક નહોતી. હાલમાં બેની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
