<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

આજે બપોર સુધીમાં એક પણ જગ્યાએ વરસાદ નોંધાયો નહીં : ગુજરાત-સૌરાષ્ટ્રમાંથી ચોમાસાની વિદાયના એંધાણ: હવામાન વિભાગ દ્વારા પણ 25મી સુધી ભારે વરસાદની આગાહી નથી

જુદાજુદા વિસ્તારોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસશે : કોઈ જગ્યાએ ભારે વરસાદ નહીં પડે

અમદાવાદ તા.૧૯ : ગુજરાતમાંથી વરસાદની વિદાયના અણસાર જોવા મળી રહ્યાં છે. ગઇકાલે 18 જેટલા જિલ્લામાં હળવો વરસાદ વરસ્યો હતો. જોકે આજે બપોરે 12 વાગ્યા સુધી રાજ્યમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી. તેવામાં હવામાન વિભાગ દ્વારા 25 સપ્ટેમ્બર સુધીની કરવામાં આવેલી આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, જામનગર, બનાસકાંઠા, આણંદ સહિતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની શક્યતા નથી. અને જે જિલ્લાઓમાં વરસાદની સંભવિત શક્યતા છે ત્યાં હળવો છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. 

19 સપ્ટેમ્બરના રોજ આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, નવસારી, વલસાડમાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં વરસાદની શક્યતા નથી. 

20 સપ્ટેમ્બરના રોજ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડમાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદમાં વરસાદની શક્યતા નથી. 

21 સપ્ટેમ્બરના રોજ નર્મદા, તાપી, ડાંગ, , નવસારી, વલસાડમાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરતમાં વરસાદની શક્યતા નથી. 

22 સપ્ટેમ્બરના રોજ તાપી, ડાંગ, , નવસારી, વલસાડમાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, નર્મદામાં વરસાદની શક્યતા નથી. 

23 અને 24 સપ્ટેમ્બરના રોજ નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, , નવસારી, વલસાડમાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, સુરતમાં વરસાદની શક્યતા નથી. 

25 સપ્ટેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વડોદરા, ભરૂચ, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં હળવો છૂટો છવાયો વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, , ખેડા, આણંદમાં વરસાદની શક્યતા નથી

(4:18 PM IST)