<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

અમદાવાદ જિલ્લાના ખેડૂતો માટે ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મેળવવાની તક

ખેતીવાડી વિભાગની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ઈચ્છતા ખેડૂતો માટે જિલ્લાવાર ‘i-Khedut’ પોર્ટલ ખુલ્લુ મુકાશે : અમદાવાદ જિલ્લાના ખેડૂતો તા. 23/09/ 2024થી તા. 29/09/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટેની કૃષિલક્ષી યોજનાઓનો લાભ મેળવવા માટે જિલ્લાવાર ‘i-Khedut’ પોર્ટલ ખુલ્લું મુકવામાં આવનાર છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના ખેડૂતો તા. 23/09/2024ના રોજ સવારે 10.30 કલાકથી તા.29/09/2024 સુધી ‘i-Khedut’ પોર્ટલ-www.ikhedut.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરી શકશે.
   ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો-જેવા કે, ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલિત, પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો માટે પોર્ટલ પર તા. 29/09/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
   રાજ્ય સરકારની ખેતીવાડીને લગતી વિવિધ યોજનાઓ હેઠળ લાભ મેળવવા ઈચ્છતા અમદાવાદ જિલ્લાના ખેડૂત મિત્રોને અરજી કરવા માટે જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(6:41 PM IST)