<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th September 2024

નકલી સોનાના સીક્કા બતાવી ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ :ઘી વેચવાના બહાને રૂપિયા 17.50 લાખની છેતરપિંડી

પોલીસે દંપતી સહિ 4 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં ઘી વેચવાના બહાને જઈ ખોટા સિક્કા પધરાવી મહિલા સહિતની ટોળકી 17.50 લાખ રૂપિયા પડાવી ફરાર થઇ ગયી હતી. આ સમગ્ર મામલો ઇચ્છાપોર પોલીસ મથકે પહોચ્યો છે જેમાં પોલીસે દંપતી સહિ 4 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠગબાજો ઠગાઈ કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે અને લોકોને યેનકેન પ્રકારે પોતાની જાળમાં ફસાવી રૂપિયા પડાવી લેતા હોય છે આવો જ એક બનાવ સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો હતો.

જેમાં ઇચ્છાપોર વિસ્તારમાં રહેતા પારસી પરિવારના ઘરે ગર્ભવતી મહિલા સહીતની ટોળકી ઘી વેચવાના બહાને જઈ દોઢ મહિનામાં બે વખત રાણીછાપ પૌરાણિક સોનાના ખોટા સિક્કા પધરાવી કુલ 17.50 લાખ રૂપિયા લઇ ફરાર થઇ ગયી હતી. આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યો હતો જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આ બનાવમાં ઇચ્છાપોર પોલીસે રીક્ષા ચાલક સુનીલભાઈ ભોળાભાઈ ઉગ્રેજીયા તેની પત્ની સોનલબેન, આ ઉપરાંત સોનીબેન મુકેશભાઈ દેવીપુજક અને વિજુબેન પરશોતમભાઈ વણોદીયાની ધરપકડ કરી છે. પોલીસે એક રીક્ષા, એક લાખની રોકડ મળી કુલ 1.30 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએથી ઘી લઇ સોસાયટીમાં રહીશોને ત્યાં અવાર નવાર ઘી વેચી ભોળા માણસોનો વિશ્વાસ કેળવી લઇ બીજી વખત જુના જમાનાના સોનાના સિક્કા તેઓની પાસે હોય જે સિક્કા બતાવી તેમાંથી એક બે સિક્કા સાચા આપી બીજા ખોટા બોગસ સોનાની ધાતુ જેવા સિક્કા સસ્તા ભાવમાં આપી છેતરપીંડીથી રોકડ રકમ પડાવી લેવાની મોડેસ ઓપરેન્ડી ધરાવે છે.

(7:29 PM IST)