<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

અમદાવાદમાં આશ્રમ શાળામાં સગીરા સાથે રસોઇયો અડપલાં કરતો હોવાનો ખુલાસો

15 વર્ષની સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો:પોલીસે હેવાન વિજય સોલંકીની કરી ધરપકડ

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલી આશ્રમ શાળામાં 15 વર્ષની સગીરા સાથે આશ્રમ શાળાનો રસોઇયો જ અડપલાં કરતો હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચ્યો છે. 

સમગ્ર હકિકતનો ખુલાસો ત્યારે થયો જ્યારે 15 વર્ષની સગીરાએ આપઘાતનો પ્રયાસ કર્યો.

આશ્રમ શાળામાં જ સગીરાએ કંટાળી બિલ્ડિંગ પરથી ઝંપલાવતાં તે બેહોશ થઇ ગઇ હતી. જેને લઇને સ્થળ પર ઉપસ્થિત લોકોએ તેને હોસ્પિટલ સારવાર માટે ખસેડી હતી.

પોલીસે સગીરાને આપઘાતનું કારણ પૂછતાં તેણે દોઢ મહિનાથી રસોઇઓ અડપલાં કરી રહ્યો હોવાની વાત કહેતાં પોલીસ પણ ચોંકી ગઇ હતી. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તાત્કાલિક આશ્રમ શાળાના રસોઇયા તરીકે કામ કરતા વિજય સોલંકી નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસે વિજય સોલંકી સામે પોક્સો સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:33 AM IST)