News of Friday, 20th September 2024
અમદાવાદના વટવામાં EWS આવાસ યોજનાનું ડીમોલેશન થશે
કરોડોના ભષ્ટાચારનો બોલતો પુરાવો ધ્વસ્ત કરી તેના પર માટી નાખી દેવા કોર્પોરેશને આવાસ ડિમોલીશ કરવાનો નિર્ણય લીધો

અમદાવાદ કોર્પોરેશને કરોડોના ખર્ચે બનેવાલે આવાસ અનેક સમયથી લોકોને સોંપ્યા ન હતા. આવાસ યોજનાના બંધકામ અને તેની ગુણવત્તાને લઇને પણ અનેક સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં નવા આવાસો થોડા સમયમાં જ ખખડધજ બની જતાં વિવાદ થયો હતો.
સમગ્ર ઘટનાને લઇ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીનું નિવેદન સામે આવ્યુ હતું. તેઓએ જણાવ્યું હતુ કે જગ્યા પર મેટ્રોને કારણે સાંકડો થયેલ રોડ પહોળો કરવામાં આવશે.
જેમાં થલતેજ ભાઈકાકા નગરથી શાક માર્કેટ સુધીનો રોડ પહોળો થશે. તથા કપાતમાં જતી મિલકતોને TDR આપવામાં આવશે. આ 12 મીટરનો રોડ 36 મીટરનો કરવામાં આવશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યાનો હલ આવશે. ઉપરાંત કોર્પોરેશનની નીતિ નિયમ પ્રમાણે વળતર ચૂકવામાં આવશે.
લોકના ટેક્સના કરોડો રૂપિયાથી બનેલા આવાસ યોજનાના મકાનમાં કોણે ભ્રષ્ટાચાર આચર્યું અને કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરાઇ તેની કોઇ માહિતી અપાઇ નથી. ત્યારે ખખડધજ આવાસ યોજનાના લાભાર્થીઓ એક બાજુ પોતાના હકથી વંચિત રહ્યા છે. તો બીજી બાજુ કરોડોના ભષ્ટાચારનો બોલતો પુરાવો ધ્વસ્ત કરી તેના પર માટી નાખી દેવા કોર્પોરેશને આવાસ ડિમોલીશ કરવાનો નિર્ણય લીધો કરવામાં આવ્યો હતો.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
