News of Friday, 20th September 2024
નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસની તૈયારીઓ : રોમિયોગીરી કરતા લોકોને પોલીસ પાઠ ભણાવશે
યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે: શેરી ગરબાની વિગત એકઠી કરવાનું શરૂ:તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ તૈનાત :પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત લગાડવામાં આવશે.

અમદાવાદ :નવરાત્રિ થોડા દિવસોમાં શરૂ થશે, ત્યારે માતાજીના આ તહેવારને લઇ સૌ ભક્તો ઉત્સાહિત છે. હાલના સમયે જ્યારે મહિલાઓ અને યુવતીઓને લઇ સમાજ ચિંતત છે ત્યારે તહેવારમાં કોઇ ગંભીર ઘટના ન ઘટે તેને લઇ અમદાવાદ પોલીસે તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને નવરાત્રિનો એક્શન પ્લાન પણ બનાવ્યો છે.
સમગ્ર કામગીરીની માહિતી આપતા મહિલા પોલીસના ACP હીમાલા જોષીએ જણાવ્યુ હતુ કે અમદાવાદમાં નવરાત્રી પહેલા મહિલા સુરક્ષા પર પોલીસએ એક્શન પ્લાન બનાવ્યો છે.
આ નવરાત્રીમાં છેડતી કરનારા રોમિયોને ભારે પાઠ ભણાવવામં આવશે. ઉપરાંત યુવતીઓ અને મહિલાઓની સુરક્ષાને લઇ મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસમાં ચાંપતી નજર રાખશે.
મહિલા પોલીસ દ્વારા શહેરના યોજાતા શેરી ગરબાની વિગત એકઠી કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે. જે બાદ તમામ પોલીસ સ્ટેશનમાં સી ટીમ તૈનાત કરાવવામાં આવશે. તથા કોઇ ઘટના બાદ તેની તપાસ માટે પાર્ટી પ્લોટ શેરી ગરબામાં સીસીટીવી ફરજીયાત લગાડવામાં આવશે. તથા સીસીટીવી દ્વારા નવરાત્રીમાં પોલીસ ચાંપતી નજર રાખશે.
પાર્ટી સિવાય મુખ્ય રોડ રસ્તા જ્યા હાલમાં સીસીટીવી નથી એવી જગ્યાઓ પર પણ પોલીસ દ્વારા કેમેરા લગાડવાની સુચના આપી દેવામા આવી છે. ત્યારે ટ્રેડિશનલ ડ્રેસમાં રોમિયોગીરી કરતા લોકોને પોલીસ પાઠ ભણાવશે. આ ઉપરાંત મહિલાને કોઇ અજાણ્યા નંબર પરથી વારંવાર કોલ કરવાની કે સ્ટોક કરવાની ઘટના બને તો આ ટાણે મહિલાઓ પોલીસને જાણ કરે તેને લઇ 181 પર કોલ કરતા તરત જ પગલા લેવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે અજાણ્યા નંબર પરથી કોલ સિવાય મહિલા પોલીસ સ્ટાફ એન્ટિ રોમિયો એક્ટિવીટી એટલે કે કોઇ મોબાઇલ ફોનથી રેકોર્ડીંગ કરે કે કોલ કરે તેના પર નજર રાખશે. પરંતુ મહિલાઓ પોલીસને જાણ તે વધારે મહત્વનું છે.
(12:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
