News of Friday, 20th September 2024
ખામર ગામના મહિલાને લોહીની તાત્કાલિક જરૂરિયાત હોવાથી પ્રેમ વસાવાએ રકતદાન કરી નવજીવન બક્ષ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નાંદોદ તાલુકાનાં ખામર ગામના નિવાસી વનિતાબેન નરેશભાઈ વસાવા ને કોઈ કારણસર શરીરમા બ્લડનું પ્રમાણ ધટી જતા રાજપીપલા પબ્લિક હોસ્પિટલ માં દાખલ કરેલ હતા અને તેઓને તાત્કાલિક AB+ બ્લડ ની જરૂરિયાત હોવાની જાણ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તા પ્રેમભાઈ વસાવાને થતા રાજપીપળા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે પહોંચી બ્લડ ડોનેટ કર્યુ. આમ પ્રેમભાઈ વસાવા એ જાગૃત નાગરિક તરીકે 17 મી વખત બ્લડ ડોનેટ કર્યુ. પ્રેમ વસાવાનું કહેવુ છે કે સિકલસેલ અને બીજા અન્ય કારણોસર શરીરમાં બ્લડનું પ્રમાણ બહું ઓછું થઈ જાય છે અને કોઈક કેશોમાં દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે, જો લોકો જાગૃત નાગરિક તરીકેની ફરજ સમજી વધારે મા વધારે રક્તદાન કરશે અથવા તો રક્તદાન કરાવશે તો આવી ધટનાઓ અટકાવવામાં જરૂરથી સફળતા મળશે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
