<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th September 2024

રાજપીપળા સિવિલના તબીબની ભૂલના કરનાર ગર્ભવતી મહિલાનું મોત થયાનો પતિનો આક્ષેપ

નાના પિંપરીયા ગામની મહિલાની ડિલિવરીમાં રાજપીપળા સિવિલના ડોકટરની લાપરવાહીના કારણે બે સંતાનોની માતાનું મોત થયાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાના પિયરિયાં ગામની એક ગર્ભવતી મહિલાના મોતમાં રાજપીપળા સિવિલના ડોકટરની લાપરવાહી હોવાનો આક્ષેપ તેમના પતિએ વ્યક્ત કર્યો છે
   પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલના ડોકટરે પોલીસમાં જાણ કર્યા મુજબ મરનાર મિનાક્ષીબેન રાજેન્દ્રભાઇ તડવી( ઉ.વ.૩૫ )(રહે.નાના પિંપરીયા ગામ પહેલુ ફળીયું તા.ગરુડેશ્વર જી.નર્મદા) નાઓને GEMRS સિવિલ હોસ્પિટલ, રાજપીપલામાં કોથળી કાઢીને ઓપરેશન કરાવીને તા-૧૭/૦૯/૨૦૨૪ ના રોજ S.S.G હોસ્પિટલમા લાવેલા ત્યાં દર્દીની I.C.U માં દાખલ કરી અને બ્લડ ચઢાવવા માટે મોકલેલ હતું પરંતુ દર્દીના હદયના ધબકારા ઘટી જતા છ વાર CPR આપવા છતા મોત થયું હતું. દર્દીના સગાને PM કરાવવું હોવાથી PM ની કાર્યવાહી કરવામાં આવી છે.
 જોકે આ ફરિયાદ વડોદરા સયાજી હોસ્પિટલ ના ડોકટરે લખાવી છે પરંતુ મરનાર મીનાક્ષીબેન ના પતિ રાજેન્દ્રભાઈ ના જણાવ્યા મુજબ તેમના પત્નીને આ ત્રીજી ડિલિવરી હતી અગાઉ બે બાળકી હતી ત્યારે તેમના પત્ની ચાર દિવસથી રાજપીપળા સિવિલ માં દાખલ હતા ત્યારબાદ ડોકટરો એ ઇન્જેક્શન આપી દુઃખાવો કરવા પ્રયાસ કર્યો અને પ્રેશર પણ આપતા રહ્યા છતાં કંઈ નહિ થતા પત્નીએ વારંવાર સીઝર કરવા કહ્યું પરંતુ કોઇએ વાત ના માની અને નોર્મલ ડિલિવરી થશે તેવી રાહ હોય બાદ સીઝર કર્યું પરંતુ અંદર બાળક મૃત થયું હતું અને પ્રેશર ના કારણે અંદર કોથળી ફાટી જતા ડોકટરે સયાજી હોસ્પિટલ વડોદરા જવા કહ્યું જેમાં એમ્બ્યુલન્સ પણ ચાર કલાક બાદ આપી અને વડોદરા ગયા બાદ સારવાર ચાલુ થઈ જેમાં અમુક કલાક બાદ પત્નીનું મોત થયું. માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ના ડોકટર ની લાપરવાહીના કારણે મારી પત્નીનું મોત થયું અને બે બાળકી બાદ ત્રીજો બાળક હતો એ પણ મરી ગયો તેવા પતિ રાજેન્દ્રભાઈ એ આક્ષેપ કર્યા છે. જોકે પીએમ બાદ સાચી હકીકત બહાર આવશે

(11:04 PM IST)