News of Sunday, 22nd September 2024
ગુજરાતના 13 તાલુકામાં મેઘમહેરઃ છેલ્લા ર૪ કલાકમાં બે તાલુકામાં ૧ ઇંચ ખાબક્યો : જુઓ સંપૂર્ણયાદી
સંખેડામાં 2 ઈંચ જેટલો જ્યારે તિલકવાડામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા વિરામ પર છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 13 તાલુકામાં મેઘમહેર થઈ છે. માત્ર બે તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સંખેડામાં 2 ઈંચ જેટલો જ્યારે તિલકવાડામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જાણો અન્ય તાલુકાઓની સ્થિતિ.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમરેલી, ભાવનગર, દાહોદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદર અને નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
