<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

ઇન્ફલ્યુએન્ઝા ચેપને હળવાશથી ન લેવોઃ હૃદય રોગના હુમલાનું વધે છે જોખમઃ આરોગ્‍ય નિષ્‍ણાંતોએ આપીઃ લોકો આને સિઝનલ બીમારી માનીને તેની અવગણના કરી નાખે છે

અમદાવાદઃ ઇન્ફલ્યુએન્ઝા ચેપ દરમિયાન, શ્વસન માર્ગમાં ગંભીર ઇન્ફેકશન થઈ જાય છે. સાથે જ હાઈ ફીવર પણ તમને પરેશાન કરે છે. હવે આરોગ્ય નિષ્ણાતોએ આ બીમારી વિશે ચેતવણી આપી છે. હેલ્થ એક્સપર્ટના મતે ઇન્ફલ્યુએન્ઝા ઇન્ફેકશન અને માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. ફલૂ પછી થોડા દિવસોમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે. તાજેતરમાં એક સંશોધન કરવામાં આવ્યું હતું. જેમાં જાણવા મળ્યું કે ફલૂના સંક્રમણ પછી 1-7 દિવસમાં હાર્ટ એટેકનું જોખમ લગભગ છ ગણું વધી જાય છે.

ઘણીવાર લોકો ઇન્ફલ્યુએન્ઝા ચેપના ગંભીર લક્ષણોને હળવાશથી લઈને તેને અવગણી કાઢે છે. લોકો આને સિઝનલ બીમારી માનીને તેની અવગણના કરી નાખે છે. પરંતુ ઇન્ફલ્યુએન્ઝાની અસરો ઘણીવાર બીમારી સાથે સંકળાયેલા સામાન્ય દુખાવો અને તાવ કરતાં ઘણી વધારે હોય છે. જાણીને નવાઈ લાગશે કે આ સામાન્ય શ્વસન સંક્રમણ હાર્ટ એટેકના જોખમને નોંધપાત્ર રીતે વધારી શકે છે.

ઇન્ફલ્યુએન્ઝા સંક્રમણ સામે લડતી વખતે તમારા શરીરમાં ગંભીર સોજો આવે છે. સોજો વધવાને કારણે નસોમાં હાજર પ્લાક બિલ્ડઅપને અસ્થિર કરી શકે છે, જેનાથી તે ફાટવાની અને હૃદયરોગનો હુમલો થવાની સંભાવના વધી જાય છે. હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે વાયરસ તમારી રક્ત ગંઠાઈ જવાની સિસ્ટમને પણ સક્રિય કરી શકે છે, જેનાથી તમારી ધમનીઓમાં લોહીના ગંઠાવાનું જોખમ વધી જાય છે. જો કોઈ ગાંઠ તમારા હૃદયમાં લોહીના પ્રવાહને અવરોધે છે, તો તે માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હાર્ટ એટેક) હોય છે.

(4:08 PM IST)