<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

ગુજરાતમાં અકસ્માતની હારમાળાઃ ચાર ઘટનામાં 3 ના મોતઃ 4 ઈજાગ્રસ્ત

વડોદરા-વાઘોડીયા રોડ, સુરત નેશનલ હાઇવે, લીમખેડા તથા પાટણમાં બની દુર્ઘટનાઓ

અમદાવાદઃ વડોદરા-વાઘોડિયા રોડ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટર્ન લઈ રહેલી કારને બાઈકે ટક્કર મારી હતી. અકસ્માતની ઘટનામાં બાઈક સવારનું મોત થયું હતું. સોમવારે બનેલી ઘટનાની સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. સીસીટીવીમાં બાઈક બે કાર સાથે અથડાતું જોવા મળ્યું હતું.

સુરત જીલ્લામાં પસાર થતા નેશનલ હાઈવે 48 પર વધુ એક અકસ્માતની ઘટનાં બનવા પામી હતી. ધોરણ પારડી ગામ પાસે મોપેડ અને ટ્રક વસ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ યુવતીઓને મંદિરે જતા અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણ પૈકી એક યુવતીનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પર વાહન મૂકી ભાગી ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી હતી.

દાહોદ ખાતે લીમખેડા વિજય હોટલ પાસે પોલીસની PCR ગાડીને અકસ્માત નડ્યો હતો. લકઝરી બસે ટક્કર મારતા પોલીસ પીસીઆર ગાડીને અકસ્માત થયો હતો. રાત્રી દરમ્યાન પેટ્રોલીંગ પર પોલીસ કર્મચારીઓ નીકળ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાડીમાં સવાર ડ્રાયવર અને એક પોલીસ કર્મી સહિત કુલ 2 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારીઓને તાત્કાલીક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બચ ચાલક અકસ્માત સર્જી બસ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા બસ ચાલકને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

પાટણ શહેરમાં બની રહેલ નવીન રેલ્વે સ્ટેશનની કામગીરી દરમ્યાન દુર્ઘટનાં સર્જાઈ હતી. ત્યારે કામગીરી દરમ્યાન માટીની ભેખડ ધસી પડતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યું હતું. વિનોદસિંહ ગોર નામનાં પ્રવાસી શ્રમિકનું માટી નીચે દટાઈ જતા મોત નિપજ્યું હતું. સ્થાનિક લોકોએ શ્રમિકને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં હાજર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો.

(4:09 PM IST)