તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd September 2024
ખાદ્યતેલના ભાવમાં ભડકોઃ ૩પ૦ થી ૪૦૦ રૂપિયાનો વધારો
સરકારે આયાત ડયુટી વધારતા ભાવ વધ્યાઃ ગૃહીણીઓનું બજેટ ખોરવાય઼ુ

રાજકોટ : હાલ મોંઘવારીમાં માણસ ચારેતરફથી ભીંસાઈ રહ્યો છે. કમરતોડ મોંઘવારીમાં લોકોનું જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઘરના બજેટમાં તેલ, શાકભાજી કે પછી અન્ય વસ્તુઓમાં કાપ મૂકવો તે ગૃહિણીઓને સમજવું મૂંઝવણભર્યું બની રહ્યું છે. આવામાં હવે તેલના ભાવોમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. સરકારના એક નિર્ણયથી ખાદ્ય તેલોના ભાવમા આસમાની વધારો થયો છે. તેમાં પણ કપસિયા તેલમાં સીધો 400 રૂપિયાનો વધારો ઝીંકાયો છે.
સરકારે ખાદ્ય તેલ પર આયાત ડ્યુટી વધતા ભાવમાં તોતિંગ વધારો થયો છે. તહેવારો પહેલાં ખાદ્ય તેલમાં 350થી 400 રૂપિયાનો વધારો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2000ને પાર પહોંચ્યો છે. ખૂલતા બજારે 1700 રૂપિયાના બદલે કપાસિયા તેલનો ભાવ 2050 રૂપિયાએ પહોંચ્યો છે. પામ તેલના ડબ્બાનો ભાવ 1900 રૂપિયા થયો છે.
કેન્દ્ર સરકારે ખાદ્ય તેલની આયાત ઉપર ડ્યુટી વધારતા તેલના ભાવમાં વધારો થયો છે. તહેવારોની સીઝન પહેલા તેલના ભાવમાં 350 થી 400 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તેલના ભાવમાં વધારો થતા મધ્યવર્ગી પરિવારમાં બજેટ ઉપર અસર પડી રહી છે. ખરીફ સીઝનમાં તેલિબિયાનું ઉત્પાદન લેતા ખેડૂતોને સારા ભાવ મળી શકે તે માટે આ નિર્ણય લેવાયો હતો. જોકે, તેનું ઉલટુ પરિણામ એ આવ્યું કે, ખાદ્ય તેલના ભાવમાં તીવ્ર વધારો થઈ ગયા. આયાત ડ્યુટી વધતા તેલ વધુ મોંઘુ થયું.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
