તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Sunday, 22nd September 2024
સુરતમાં એકાએક તબિયત બગડ્યા બાદ મહિલા સહિત બેના મોત: અરેરાટી
વરાછામાં 38 વર્ષીય મહિલાને છાતીમાં દુ:ખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ જતા ખાનગી હોસ્પિટલે સારવાર અર્થે લઈ જતા ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા

સુરત : શહેરમાં તબિયત લથડ્યા બાદ બે લોકોના મોત નીપજ્યા છે. જેમાં વરાછામાં ઘરકામ કરતી પરિણીતાને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ ગઈ હતી, જેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી. જ્યારે બીજા બનાવમાં ચક્કર આવ્યા બાદ બેભાન થયા બાદ 45 વર્ષીય આધેડનું મોત નિપજ્યું છે.
મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની અને હાલમાં સુરતના વરાછા વિસ્તારમાં નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા અશોકભાઈ સોલંકી બે સંતાનો અને પત્ની સાથે રહે છે અને દરજીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની પત્ની રૂપલબેન (38) ઘરકામ કરી રહ્યા હતા. આ દરમ્યાન તેઓને છાતીમાં દુખાવો ઉપડયો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા. જે બાદ રૂપલબેનને સારવાર અર્થે સ્મીમેરના હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. રૂપલબેન ના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
બીજા બનાવમાં વેસુ રાહુલરાજ મોલ પાસે સુમન મલ્હાર આવાસમાં રહેતા કિરીટભાઈ લાલસીંગ ઝાલા (45) પરિવાર સાથે રહેતા હતા. તેઓ ઘરની પાસે લિફ્ટ પાસે ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડ્યા હતા. જે બાદ તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત નીપજ્યું હતું.
(6:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
