<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

રાજયમાં 10 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાના મંડાણ: 12 તાલુકા ભીના કર્યા : જુઓ સંપૂર્ણયાદી

સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં જોવા મળ્યો: 12માંથી 11 તાલુક સાઉથ ગુજરાતના: જ્યારે માત્ર એક સાબરકાંઠાના વિજયનગરમાં 5 મીમી વરસાદ નોંધાયો

અમદાવાદ: ગુજરાતમાં વરસાદે હાલ વિરામ લીધો છે. તેવી સ્થિતિમાં આજે મેઘરાજા સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 12 તાલુકામાં પહોંચ્યા છે. આજે 12 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં જોવા મળ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. 12માંથી 11 તાલુક સાઉથ ગુજરાતના છે જ્યારે માત્ર એક સાબરકાંઠાના વિજયનગરમાં 5 મીમી વરસાદ નોંધાયો છે. 

આજે સાંજે 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા

 

આજની હવામાન વિભાગની આગાહી

આજે હવામાન વિભાગે સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગમાં હળવોથી મધ્યમ વરસાદ તઇ શકે છે.

(6:23 PM IST)