<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

પાટણમાં હવસનો ભૂખ્યો ભગો ઉર્ફે ભૂવો શંકરે એક સગીરા સાથે દૂષ્કર્મ આચર્યું : પોલીસે કરી ધરપકડ

સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ભૂવાએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો : સગીરાના પિતાને થતા તેઓએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભૂવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પાટણ: ઉત્તર ગુજરાતના પાટણના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામમાં રહેતી એક સગીરા સાથે ભૂવાએ દુષ્કર્મ આચર્યું, પોલીસે દિવ્યાંગ ભૂવો ભગો ઉર્ફે શંકરની ધરપકડ કરી છે

હેવાન ભૂવાઓ અંધશ્રદ્ધામાં ડૂબાડીને મહિલાઓને હવસનો શિકાર બનાવવાના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યાં છે. પાટણના ચાણસ્મા તાલુકાના ધીણોજ ગામમાં રહેતી એક સગીરા સાથે દિવ્યાંગ ભૂવાએ દૂષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે. મહેસાણાના ઉચરપી ગામનાં હેવાન ભૂવાએ બેથી ત્રણ વાર સગીરાને કારમાં બેસાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

સગીરા સાથે દુષ્કર્મ આચર્યાનો ભૂવાએ વીડિયો બનાવ્યો હતો અને તે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેની જાણ સગીરાના પિતાને થતા તેઓએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભૂવો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભૂવાની ધરપકડ કરી કોર્ટમાંથી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસ અંગે DySp ડી.ડી. ચૌધરીએ જણાવ્યું હતું કે, ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ભુવો શંકર ચૌધરી સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી છે. આ ઘટનામાં ભૂવાને દુષ્કર્મની ઘટનામાં મદદ કરનાર ભૂવાનો ભત્રીજા ગૌરવ ચૌધરી નામના ફરાર આરોપીને પણ ચાણસ્મા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી ગૌરવ ચૌધરી મહેસાણા જિલ્લા ભાજપના યુવા મોરચાનો મંત્રી છે. જાહેર રાજકારણમાં હોવા છતાં પણ પોતાના હેવાન કાકાને આ કૃત્યમાં તેને સાથ આપ્યો છે

(6:23 PM IST)