હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કાલે ગુજરાતના તમામ પોલીસ કમિશનર અને રેન્જ વડાઓની વડોદરામાં મહત્વની બેઠક
નવરાત્રી તહેવારો અંતર્ગત મેટલ ડિટેકટર, રાત્રિ પેટ્રોલિંગ, દારૂ પીધેલા લોકો સામે કડક કાર્યવાહી : મોં સુંઘવા વ્યવસ્થા અને સુપ્રીમ કોર્ટની ગાઇડ લાઇન જાળવવા સહિત મુદ્દાઓ ટોપ પર રહેશે : રાજ્યના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય પ્રફોર્મા એ (સીપી) અને પ્રફોર્મા બી (રેન્જ વડા) દ્વારા કેવો અમલ થયો તેનો હિસાબ માંગશે : સાગર સુરક્ષા, ગાંજા, ડ્રગ્સ, બોર્ડર પરથી પરપ્રાંતમાં ઘુસ્તા દારૂના ટ્રકો આડે સ્પીડ બ્રેકર મુકવા લેવાયેલ પગલાઓ સહિત મહત્વની બાબતો પર મંથન

રાજકોટ તા.૨૩ : રાજયમાં કાયદો વ્યવસ્થા આગામી નવરાત્રી પર્વ અને દીપોત્સવી તહેવારો પર ડ્રગ્સની હેરફેર રોકવા, પર પ્રાંતમાંથી બોર્ડર રસ્તે ઘૂસતો દારૂ રોકવા આડે સ્પીડ બ્રેકર સહિતની રણનીતિ ઘડી કાઢી અમદાવાદ બેઠકમાં લેવાયેલ નિર્ણય થયા બાદ થયેલ કાર્યવાહી અંગેની ગુજરાતભરના ટોચના આઈપીએસ અધિકારીઓની બેઠક કાલે વડોદરા ખાતે મળી રહી હોવાથી વડોદરા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર ટીમ દ્વારા વ્યવસ્થાને આખરી ઓપ આપવા ભારે ધમધમાટ ચાલી રહ્યાનું સૂત્રો જણાવે છે.
રાજયના મુખ્ય પોલિવવડા વિકાસ સહાય દ્વારા બોલાવાયેલી આ બેઠકમાં દરેક પોલીસ કમિશનર દ્વારા તેમને અગાઉથી અપાયેલ પરફોમાં એ મુજબ અને રેન્જ વડાઓ દ્વારા પરફોમાં બી મુજબની વિગતો ત્યાર કરી બેઠકમાં કરેલ કાર્યવાહી અંગેનાં હિસાબ કિતાબ રજૂ કરવાના હોવાથી તમામ પોલીસ કમિશનર દ્વારા આ વિગતો ત્યાર કરવા આખી ટીમો કામે લગાડી દીધી છે.
જે રીતે ગુજરાત સરકાર નરેન્દ્રભાઇનાં સમયથી બેઠક ફકત ગાંધીનગરને બદલે અલગ અલગ સ્થળે રાખે છે તે રીતે રાજયના મુખ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા અમદાવાદ રાજય કક્ષાની બેઠક યોજયા બાદ હવે વડોદરા અને ત્યારબાદ રાજકોટ અને સુરતમાં પણ આવી બેઠક યોજવાની હોવાનું ગાંધીનગર પોલીસ ભવનનના સૂત્રો જણાવે છે .
આ બેઠકમાં રાજયના સીઆઈડી વડા રાજ કુમાર પાંડિયન, પોલીસ આધુનિકરણ અને સુધારણા વિભાગના એડી.ડીજી ખુર્શીદ અહેમદ, એડી.ડીજી ઇન્કવાયરી અને લો એન્ડ ઓર્ડરના ડીઆઇજી પણ ઉપસ્થિત રહેવા કહેવાયું છે.
બેઠકમાં વિશાળ દરિયા કિનારો, નિર્જન ટાપુ પર વ્યવસ્થા, સાગર સુરક્ષા, કાયદો વ્યવસ્થા સામે પડકાર ઊભા કરતાં તત્વો સામેની કાર્યવાહી અને નવરાત્રી મહોત્સવ અંગે મેટલ ડિરેકટર,ઓળખ કાર્ડ, રાત્રિ ચુસ્ત બંદોબસ્ત, સુપ્રીમ કોર્ટેની સમય મર્યાદા પાલન સહિતની બાબતો મુખ્ય રહેનાર હોવાનું જાણકારો માની રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
