હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સુરતમાં ૬ બાળકો, ૫ મહિલા સહિત કુલ ૧૬ લોકો ૨૫ મિનિટ સુધી લિફ્ટમાં ફસાયા : દિલધડક રેસ્કયૂ
ફાયર વિભાગની ટીમને જાણ કરતા ટીમે લોક ખોલી તમામ લોકોને સલામત બહાર કાઢયા

સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલ એક રેસ્ટોરન્ટની લીફ્ટમાં ૧૬ લોકો ફસાઈ જતા થોડીવાર માટે અફડા તફડી મચી જવા પામી હતી. ત્યારે રવિવારે રજા હોઈ પરિવાર સાથે લોકો મોલમાં ખરીદી કરવા કે જમવા માટે જતા હોય છે. ત્યારે સુરતમાં અડાજણ વિસ્તારમાં આવેલ રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલ રેસ્ટોરન્ટમાં જમવા માટે સુરતનો એક પરિવાર જમીને નીચે ઉતરી રહ્યો હતો. તે સમયે અચાનક જ લીફ્ટ અટકી જતા લીફ્ટમાં રહેલા લોકોનો જીવ અધ્ધર થઈ જવા પામ્યો હતો. જે બાદ આ બાબતે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે ઘટનાં સ્થળે પહોંચી તમામ લોકોને લીફ્ટમાંથી સુરક્ષિત બહાર કાઢયા હતા.
સુરતનાં અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલ રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલ લીફ્ટમાં કેટલાક લોકો રવિવારે ફસાઈ જવા પામ્યા હતા. ત્યારે રવિવાર હોઈ લોકો લેવલ-૫ રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. એક જ પરિવારનાં સભ્યો જમ્યા બાદ પરત લીફ્ટમાં આવી રહ્યા હતા. ત્યારે લીફ્ટ છઠ્ઠા માળેથી ગ્રાન્ટ રોડ પર આવી રહી હતી. તે દરમ્યાન પહેલા માળે જ લીફ્ટ અટકી જતા પરિવારનાં સભ્યો લીફ્ટમાં ફસાઈ ગયા હતા. ત્યારે ૧૦ લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં ૧૬ લોકો જતા લીફ્ટ ૨૫ મિનિટ પહેલા માળે ઉભી રહી ગઈ હતી.
આ બાબતે ફાયર વિભાગનાં અધિકારીએ જણાવ્યું હતું કે, ગત રોજ હોટલમાંથી ફોન આવ્યો હતો. જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હોવાનું જણાવ્યું હતું. જે બાદ તાત્કાલીક અમારી ફાયર વિભાગની ટીમ હોટલ ખાતે પહોંચી હતી. જે બાદ તપાસ કરતા લીફ્ટ પ્રથમ માળે અટકી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે અમારી ફાયરની ટીમ દ્વારા તાત્કાલીક લીફ્ટનો દરવાજો ખોલી સલામત રીતે બહાર કાઢયા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
