<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

બાંધકામ વેસ્‍ટ ગમે ત્‍યાં ફેકશો તો ૧ લાખ સુધીનો દંડ કરવામાં આવશે

અમદાવાદ, તા. ર૩ :  અમદાવાદમાં જ્‍યારે લોકો પોતાનો ઘર રિનોવેસન કે નવુ બાંધકામ કરે છે. ત્‍યારે પોતાની કચરો ગમે ત્‍યા ફેકી દેવામાં આવે છે. પણ હવે જે લોકો ગમે ત્‍યા કચરો ફેકશે તો તેમને ૧ લાખ સુધીનો દંડ કરવામાં આવશે.હવે અમદાવાદના નાગરિકો પોતાના રિનોવેશન અને નવુ બાંધકામ કરતા હશે. અને પોતાનો કચરો ગમે ત્‍યા નાખશે તો તેમને ૨૫૦૦૦ થી ૧ લાખ સુધીનો દંડ ફડકારવામાં આવશે. અને તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરેલા વિવિધ ૨૬ જેટલા નક્કી કરેલા પ્‍લોટમાં નાગરિકો સ્‍વખર્ચે કન્‍સ્‍ટ્રક્‍શન વેસ્‍ટ નાખી શકે છે. જો નાગરિકો પોતાના બાંધકામ દરમિયાન ઉત્‍પન્ન થયેલો કન્‍સ્‍ટ્રકશન વેસ્‍ટ જેમ કે, ઈંટો, પથ્‍થરો સહિત અલગ અલગ કચરો જાતે નાખી ન શકે તો મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયત કરેલો ચાર્જ ચૂકવી કન્‍સ્‍ટ્રક્‍શન વેસ્‍ટનો નિકાલ કરાવી શકે છે. જે માટે નિયત ચાર્જમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

નાગરિકો દ્વારા રિનોવેશનથી લઈ નવા બાંધકામ દરમિયાન ઉત્‍પન્ન થતા કચરાના નિકાલ કરવા માટે ૧૫૫૩૦૩ ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવે તો મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં નિયત કરેલો ચાર્જ ચૂકવી નિકાલ કરાવી શકે છે. આ ચાર્જમાં હવે બેથી ત્રણ ગણો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. એક મેટ્રિક ટનથી ઓછો હોય અને તેનાથી વધારે હોય તો પ્રતિ ટ્રીપ અને મેટ્રિક ટન દીઠ ચાર્જ લેવામાં આવે છે

(2:58 PM IST)