<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

દાહોદની શાળાના પ્રિન્‍સિપાલે ૬ વર્ષીય છોકરીની છેડતી બાદ હત્‍યા કરી

પ્રિન્‍સિપાલે ગુનો કર્યાની કબૂલાત કરી છે : અમને તમામ સંબંધિત પુરાવા મળ્‍યા છે : તેણે પહેલા તેની કારમાં છોકરી પર દુષ્‍કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને જ્‍યારે તેણીએ મદદ માટે બૂમો પાડી, ત્‍યારે તેણે આ છોકરીની હત્‍યા કરી દીધી હતી : પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલા

દાહોદ, તા.૨૩: શાળાએ લઈ જવાના બહાને પ્રિન્‍સિપાલે ૬ વર્ષની છોકરીની હત્‍યા કરી દીધી છે. મીડિયા રિપોર્ટ્‍સ પ્રમાણે દાહોદની એક સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્‍સિપાલ સામે છેડતી કર્યાનો આરોપ લગાવાઈ રહ્યો છે. તેમને ૬ વર્ષીય છોકરીની છેડતી કરી અને તેને પ્રતિકાર કર્યો તો જાનથી મારી નાખ્‍યાનો આરોપ લગાવાઈ રહ્યો છે. એટલું જ નહીં પ્રિન્‍સિપાલે બાદમાં તેના મળતદેહને સ્‍કૂલ કેમ્‍પસમાં ફેંકી દીધો હતો અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ પણ કરી હતી.

પોલીસે રવિવારે દાહોદ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળાના પ્રિન્‍સિપાલની છ વર્ષની એક વિદ્યાર્થીનીની છેડતી કરવાના પ્રયાસનો પ્રતિકાર કર્યા બાદ તેની હત્‍યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. ગુરુવારે સાંજે સિંગવડ તાલુકાના એક ગામમાં શાળાના કમ્‍પાઉન્‍ડમાંથી બાળકીનો મળતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. દાહોદના પોલીસ અધિક્ષક રાજદીપસિંહ ઝાલાએ રવિવારે જણાવ્‍યું હતું કે આચાર્ય ગોવિંદ નાતે ગુનો કબૂલ કર્યો છે. આ બાળકી જિલ્લાના સિંગવડ તાલુકાની તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ ૧માં અભ્‍યાસ કરતી હતી. આ ઘટનાએ છોકરીના માતાપ્રપિતા તેમજ સમગ્ર ગામને દંગ કરી દીધું છે, કારણ કે ૫૦ વર્ષીય ગોવિંદ છેલ્લા ૧૮ વર્ષથી શાળા સાથે સંકળાયેલા હતા.

ઝાલાએ જણાવ્‍યું કે ગોવિંદે ગુનો કર્યાની કબૂલાત કરી છે. અમને તમામ સંબંધિત પુરાવા મળ્‍યા છે. તેણે પહેલા તેની કારમાં છોકરી પર દુષ્‍કર્મ કરવાનો પ્રયાસ કર્યો અને જ્‍યારે તેણીએ મદદ માટે બૂમો પાડી, ત્‍યારે તેણે આ છોકરીની હત્‍યા કરી દીધી હતી. યુવતી ૧૯ સપ્‍ટેમ્‍બરે ગુમ થઈ ગઈ હતી, જેના પગલે તેના પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.

શાળાએ પહોંચવામાં સાત મિનિટના વિલંબથી ગોવિંદ નાટ હત્‍યાનો પ્રાથમિક શંકાસ્‍પદ રહ્યો હતો. પોલીસે જણાવ્‍યું હતું કે ગોવિંદ છોકરીને તેના ઘરેથી લગભગ ૧૦.૨૧ વાગ્‍યે સ્‍કૂલે લઈ જવા માટે નીકળ્‍યો હતો. સામાન્‍ય રીતે તેને શાળાએ પહોંચવામાં લગભગ ત્રણથી ચાર મિનિટનો સમય લાગ્‍યો હતો. પરંતુ તે દિવસે તે સવારે ૧૦.૩૨ વાગ્‍યે શાળાએ પહોંચ્‍યો હતો.

પરિવારે ગોવિંદને પણ પૂછયું કે તમે કીધુ હતુ કે તમારી ગાડીમાં અમારી દીકરીને લઈ જશો તો એ અચાનક કયાં ગાયબ થઈ ગઈ હતી. જોકે આ સમયે ગોવિંદે દાવો કર્યો કે તે સ્‍કૂલે પહોંચી અને કારમાંથી નીચે ઉતરી ગઈ હતી. પછી કયાં ગાયબ થઈ ગઈ એની મને જાણ નથી. તે જ દિવસે સાંજે શાળાના કમ્‍પાઉન્‍ડમાંથી બાળકીની લાશ મળી આવી હતી.

પોસ્‍ટમોર્ટમ રિપોર્ટમાં જણાવ્‍યા પ્રમાણે આ છોકરીની નિર્દયતાથી હત્‍યા કરવામાં આવી હતી, જેના પછી પોલીસે આગળ તપાસ શરૂ કરી હતી. સૌથી પહેલા પોલીસે ગોવિંદ પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું કારણ કે તેણે આ છોકરીને શાળાએ લઈ જવા માટે લિફ્‌ટ આપી હતી અને તેને જીવતી જોનાર તે છેલ્લો શખસ હતો. પોલીસની પૂછપરછ દરમિયાન શિક્ષકના જવાબો અસ્‍પષ્ટ હતા અને તે સતત પોતાના નિવેદનો બદલતો રહ્યો હતો. આનાથી પોલીસને આના પર શંકા વધી ગઈ હતી.

ત્‍યારપછી પોલીસે ગોવિંદના મોબાઈલ ફોન લોકેશન્‍સ શોધી કાઢયા અને તેના ફોનમાં ગૂગલ ટાઈમલાઈન સાથે ક્રોસ વેરિફાઈ કર્યું હતું. ગોવિંદે પોલીસને જણાવ્‍યું હતું કે તે સાંજે ૫ વાગે શાળાએથી નીકળી ગયો હતો, પરંતુ તેના ફોન લોકેશન પરથી જાણવા મળ્‍યું હતું કે તે સાંજે ૬.૧૦ વાગ્‍યા સુધી શાળામાં હતો. તેમજ, શાળાના કોઈપણ બાળકોએ છોકરીને ગોવિંદની કારમાંથી નીચે ઉતરતી જોઈ ન હતી. તેની સાથે ભણતા લોકોએ પણ કહ્યું કે તે દિવસે આ છોકરી ક્‍લાસમાં હાજર નહોતી. ઝાલાએ ઉમેર્યું હતું કે, જ્‍યારે અમે તમામ પુરાવા સાથે ગોવિંદને કડકાઈથી પૂછપરછ કરી તો તેને ગુનો કબૂલ કર્યો છે.

ગોવિંદે પોલીસને જણાવ્‍યું કે ૧૯ સપ્‍ટેમ્‍બરના રોજ સવારે બાળકીનો મળતદેહ શાળાના કેમ્‍પસમાં પાર્ક કરેલી કારમાં છોડી દીધો હતો. ત્‍યારબાદ તે શાળા બંધ થાય એની રાહ જોતો હતો અને જ્‍યારે બધા જ વિદ્યાર્થીઓ જતા રહ્યા ત્‍યારે સાંજે ૫ વાગ્‍યા આસપાસ તેણે છોકરીનો મળતદેહ બહાર કાઢી દીધો અને કેમ્‍પસની બિલ્‍ડિંગ પાછળ ફેંકી દીધો હતો. હવે આ શિક્ષકે બાદમાં છોકરીની બેગ અને શૂઝ તેના જ ક્‍લાસની બહાર ફેંકી દીધા હતા. બાદમાં મળતદેહ મળતા છોકરીના માતા-પિતાએ લીમખેડા હોસ્‍પિટલમાં તેને લઈ ગયા હતા. જ્‍યા ડોકટરે તેને મળત જાહેર કરી હતી

(3:40 PM IST)