News of Monday, 23rd September 2024
વિદાયના પડઘમ વચ્ચે મેઘરાજા પઘરામણી પણ કરશે
બંગાળની ખાડીમાંથી આવતુ યુએસી અને લોપ્રેશર જેવા બે વિરોધાભાસી પરીબળોના લીધે વરસાદનો રાઉન્ડ વેધર એનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા. ર૪ થી ૩૦ સપ્ટેમ્બર સુધીની આગાહી : કયારેક હળવાથી મધ્યમ, સાધારણ, ભારે તો આઇસોલેટેડ વિસ્તારમાં ભારે વરસાદ પડશે : પヘમિ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય

રાજકોટઃ એક તરફ ચોમાસુ વિદાય લઇ રહ્યું છે તો બીજી તરફ મેઘરાજાનો વધુ એક રાઉન્ડ આવી રહ્યો છે ૩૦ મી સપ્ટેમ્બર સુધીમાં કોઇ જગ્યાએ સામાન્ય તો કોઇક દિવસે ભારે અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે આજે દક્ષિણ પヘમિ ચોમાસુ પヘમિ રાજસ્થાન અને કચ્છના કેટલાક ભાગોમાંથી વિદાય લીધી છે. દ. પヘમિ ચોમાસુ પાછા ખેચાવાની લાઇન અનુપગઢ, જોધપુર, બિકાનેર, ભુજ અને દ્વારકા છે.
આગામી ર૪ કલાક દરમ્યાન પ. રાજસ્થાનના કેટલાક વધુ ભાગો અને પંજાબ, હરીયાણા, ગુજરાતના આજુબાજુના વિસ્તારોમાંથી ચોમાસુ વિદાયના સંજોગો અનુકુળ છે.
મધ્ય બંગાળની ખાડી ઉપર એક યુએસી છે જે પ.૮ કિ. મી. ની ઉંચાઇ સુધી લંબાય છે અને વધતી ઉંચાઇએ દક્ષિણ પヘમિ તરફ ઝૂકે છે. તેની અસર હેઠળ મધ્ય પヘમિ બંગાળની ખાડી ઉપર ર૪ કલાકમાં લોપ્રેસર થવાની શકયતા છે.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત માટે આગાહી કરતાં જણાવેલ કે, તા. ર૪ થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન બંગાળની ખાડીમાંથી આવતું યુએસી - લોપ્રેસરની અસરરૂપે સૌરાષ્ટ્ર - ગુજરાત - કચ્છમાં કોઇ કોઇ દિવસ છૂટાછવાયા વિસ્તારમાં અને કોઇ કોઇ દિવસ ઠીક - ઠીક વ્યાપક વિસ્તારમાં હળવો, મધ્યમ, સાધારણ, ભારે વરસાદ અને આઇસોલેટેડ વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.
ચોમાસુ વિદાય તેમજ બંગાળની ખાડીમાંથી આવતું યુએસી/ લોપ્રેશર જેવા બે વિરોધીભાસી પરીબળોના લીધે સમગ્ર ગુજરાત રાજયના જિલ્લા/ વિસ્તાર પ્રમાણે વરસાદની માત્રામાં ઘણો ફર્ક જોવા મળશે.
નોંધઃ જયાં ચોમાસુ વિદાય થયેલ હોય ત્યાં માવઠાની સામાન્ય શકયતા
(4:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
