હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ખાતર લેવું હોય તો જોઈને લેજો, એક ભાઈ એ ખાતર લીધું તો તેમાંથી નીકળી રેતી

અમદાવાદ :બોટાદનાં ઉગામેડી ગામે ખાતરની બેગમાંથી રેતી નીકળ્યાનો ખેડૂતે આરોપ લગાવ્યા હતો. જે બાદ ખેડૂત દ્વારા જાણ કરતા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસમાં ખારતમાંથી રેતી જેવું તત્વ મળી આવ્યું હતું.
બોટાદનાં ઉગામેડી ગામે ખાતરમાંથી માટી નીકળ્યાનાં ખેડૂતે આરોપ લગાવ્યો હતો. શૈલેષ મોરડીયા નામનાં ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી રેતી નીકળી હોવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં 50 કિલોની ખાતરની બેગોમાંથી 20 કિલો જેટલી રેતી નીકળ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ખેડૂતે 50 કિલોની 25 જેટલી બેગની ખરીદી કરી હતી. ખેડૂતે ડ્રિપમાં ખાતર નાંખવા માટે પાણીમાં પલાળતા રેતી નીકળી હતી.
આ સમગ્ર બાબતે ખેડૂતે એગ્રો કંપનીનાં સંચાલકને જાણ કરતા સંચાલક દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. સ્થળ તપાસમાં ખાતરમાંથી રેતી જેવું તત્વ મળી આવ્યું હતું. એગ્રોનાં સંચાલકે સમગ્ર મામલે કંપનીને જાણ કરી હતી. જગતનાં તાતને લૂંટતા તત્વો સામે તાત્કાલીક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
