હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગરમી બફારા વચ્ચે આ અઠવાડિયું રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે
હવામાન ખાતા દ્વારા અમુક જગ્યાએ અપાયું યેલો એલર્ટ : કાલે દમણ અને દાદરા નાગર માં વરસાદની આગાહી

અમદાવાદ :દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે યેલો એલર્ટ આપ્યું છે. જ્યારે આવતીકાલે દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે ફરી એકવાર આગાહી કરી છે. જે મુજબ આગામી 7 દિવસ કેટલાક ભાગમાં ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે હવામાન વિભાગે યેલો એલર્ટ આપ્યું છે. જ્યારે આવતીકાલે દમણ અને દાદરાનગરમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો આ તરફ સુરત,નવસારી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.
અમદાવાદના તાપમાનમાં વધારો
એક તરફ ચોંમાસાના દિવસો અંત તરફ છે. જો કે, હવામાન વિભાગે વરસાદની આગાહી તો કરી જ છે પરંતુ વર્તમાનના વાતાવરણમાં પલટો ચોક્કસથી જોવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદના તાપમાનમાં વધારો થયો છે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે જોવા મળી રહ્યો છે.
છૂટાછવાયા વરસાદની શક્યતા
આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. દક્ષિણ-મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. જેમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ, તાપી, નવસારી, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલીમાં વરસાદ પડી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
