<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સુરત : કકરપરની નહેરમાં હાથ પગ ધોવા ગયેલા બે મિત્રોનો પાણીમાં ગરકાવ

સુરત  : જિલ્લામાં અંત્રોલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપારની જમણાં કાંઠાની નહેરમાં હાથ પગ ધોવા માટે ગયેલા બે મિત્રો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા બીજી તરફ બનાવની જાણ થતા પરિવારજનો તેમજ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને બંને મિત્રોની શોધખોળ બાદ પણ કોઈ પતો લાગ્યો ના હતો.
મળતી માહિતી મુજબ સુરતના વેડરોડ હરીઓમ મિલ પાસે વસંતભાઈ ચૌહાણ પરિવાર સાથે રહે છે તેઓનો 17 વર્ષીય દીકરો રવી તેના કતારગામ હરીઓમ મિલ પાસે રહેતા 15 વર્ષીય મિત્ર દર્શન હસમુખભાઈ વાઘ અને અન્ય 4 મિત્રો મળી તમામ મિત્રો પીપોદરા સ્થિત મોગલધામ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા અને બાદમાં પરત ફરી રહ્યા હતા ત્યારે અંત્રોલી ગામની સીમમાંથી પસાર થતી કાકરાપારની જમણાં કાંઠાની નહેરમાં રવી અને દર્શન નહેરના કિનારે હાથ પગ ધોઈ રહ્યા હતા આ દરમ્યાન પગ લપસી જતા એક બીજાને બચાવવા જતા બંને જણા નહેરના ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા.
આ બનાવની જાણ તેઓના પરિવારના સભ્યોને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દરમ્યાન બનાવની જાણ ફાયર અને પોલીસ વિભાગને થતા તેઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા અને શોધખોળ બાદ પણ બંને કિશોરોનો કોઈ પતો લાગ્યો ન હતો.

 

(7:20 PM IST)