હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરિયું
ભાજપ હાઇકમાન્ડે મેન્ડેટ આપતા 13 પૈકી 12 સભ્યોનું પ્રમુખને સમર્થન મળ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ વનીતાબેન વસાવા સામે ની અવિશ્વાસ ની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો સાથેજ જિલ્લા ભાજપ સંગઠનની આંતરિક જૂથબંધી બહાર આવી હતી
પ્રાપ્ત માહિતી મુજબ નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ વનીતાબેન વસાવા વિરુદ્ધ તેઓ વહીવટ માં મનમાની કરી વિકાસના કામો માં સભ્યો ને વિશ્વાસમાં લેવામાં નથી આવતા એ મુદ્દે પંચાયત ના 18 પૈકી 15 સભ્યો એ અવિશ્વાસ ની દરખાસ્ત રજુ કરી હતી, સભ્યો ના આ અસંતોષ ને કારણે જિલ્લા ભાજપ નેતાગીરી ની દોડધામ વધી જવા પામી હતી અને બેઠકો પણ શરુ થઇ ગઈ હતી ત્યારે જાણવા મળ્યા મુજબ સભ્યો ને મનાવવા ની સાથેજ સંગઠન નેતાગીરી એ તેમના રાજીનામાં પણ લઇ લીધા હતા અને આજે મળેલી સામાન્ય સભા માં હાજર 14 સભ્યો પૈકી ઉપપ્રમુખ સિવાય ના 13 સભ્યો એ મતદાન કરતા 12 સભ્યો એ પ્રમુખ નું સમર્થન કરતા અવિશ્વાસ ની દરખાસ્ત નો ફિયાસ્કો થયો હતો જોકે આ સમગ્ર ઘટના માં ભાજપ ની આંતરિક જૂથબંધી અને જિલ્લા સંગઠન ની નિષ્ફળતા જરૂર બહાર આવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
