<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

નર્મદા ના ડેડીયાપાડા, સાગબારા પંથકમાં આવેલી હોટલ, રેસ્ટોરન્ટમાં.ઘરેલુ રાંધણ ગેસના બોટલોનો ગેરકાયદેસર ઉપયોગ

નિયમોનુસાર ઇન્ડસ્ટ્રીયલ બોટલ વાપરવાના બદલે ઘરેલુ બોટલો વપરાતા જોખમ:એક એક હોટલ સંચાલક પાસે ૧૦ થી વધુ ઘરેલુ બોટલો હોવાની વાત સાચી હોય તો એ ક્યાંથી આવ્યા: જિલ્લા પુરવઠા અધિકારી આ ગંભીર બાબતની તપાસ કરી નિયમ નું પાલન કરાવે તેવી માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઘણા વેપારીઓ નિયમોની એસિતેસી કરી પોતાની મનમાની કરે છે અને તેમાં તંત્ર તેના અંગત ફાયદા માટે આ લોકો સામે પગલાં પણ નથી લેતું તેવામાં ક્યારેક કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ તેવા સવાલ ઉઠ્યા છે, જિલ્લાના ડેડીયાપાડા અને સાગબારા તરફ આવેલી હોટલો અને રેસ્ટોરન્ટમાં નિયમ મુજબ ઇન્ડસ્ટ્રીયલ ગેસના બોટલો વાપરવાના બદલે મોટાભાગની હોટલોમાં ઘરેલુ બોટલોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પણ બિંદસો બની આ બોટલો વપરાય છે છતાં કોઈ જોનાર નથી. તાલુકા પુરવઠા વિભાગ ફક્ત રેશનકાર્ડ સંચાલકો પર જ બાઝ નજર રાખી બેસે છે કેમ કે ત્યાંથી કોઈ અંગત ફાયદો થતો હશે પરંતુ તેમના તાબા માં આવતા બીજા એકમો માં શું ગોરખધંધા થાય છે એ દિશામાં પણ તંત્ર ધ્યાન આપે એ જરૂરી છે.
    આમ તો રાજપીપળા શહેર માં પણ ઘણી જગ્યાઓ પર ઘરેલુ ગેસના બોટલો ઉપયોગમાં લેવાય છે છતાં તંત્ર ના અધિકારીઓ કેમ આંખ આડા કાન કરે છે એ સમજાતું નથી, શું એમને કોઈ અંગત ફાયદો થાય છે..? કે કાયદા નું જ્ઞાન નથી..? ગેરકાયદેસર વપરાતા આ બોટલો દ્વારા રૂપિયા ની બચત કરતા વેપારીઓ વિરૂદ્ધ કાયદાનો કડક અમલ કરાય એ જરૂરી છે

(9:19 PM IST)