News of Monday, 23rd September 2024
વાસણ ગામે પતિએ મોબાઈલ પર આવેલ ફોન નંબર કેમ ડીલીટ માર્યો કહેતા પત્નીએ ગટગટાવી દવા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા;નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાસણ ગામમાં મોબાઈલ પર આવેલા ફોન બાબતે દંપતી વચ્ચે બોલાચાલી થતા પત્ની એ ઝેરી દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર મુસ્કાનબીબી સોકતઅલી દાયમા (ઉ.વ.૨૪ )(રહે.વાસણ તા.તિલકવાડા જી.નર્મદા )નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ તા.૨૧/૦૯/૨૦૨૪ ના રોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે પતિ સોકતઅલી દાયમા નાઓએ જણાવેલ કે તારા મોબાઇલમાં આવેલ ફોન નંબર કેમ ડીલીટ મારેલ છે તેમ કહી બોલાચાલી કરતા મુસ્કાન બીબી ને મનમા લાગી આવતા ઉંદર મારવાની ઝેરી દવા પી જતા તેઓને સારવાર માટે સરકારી દવાખાના ગરુડેશ્વર ખાતે દાખલ કરેલ છે અને હાલ સારવાર હેઠળ છે.
(9:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
