તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 23rd September 2024
રાજપીપળા આશાપુરી વિસ્તારમાં ફોર વ્હીલ ગાડીમાં હથિયારધારી ચોરો આવ્યા ની વાતે ગભરાટ
મહારાષ્ટ્ર પાર્સિંગની ફોર વ્હીલ ગાડીમાં આવેલા પાંચેક વ્યક્તિઓ હાથમાં ધારિયા જેવા હથિયાર સાથે આશાપુરી મંદિર વિસ્તારમાં આવ્યાંની વાત:જોકે પોલીસ સતત રાત્રી પેટ્રોલીંગ કરે છે છતાં લાગ જોઈને આ લોકો આવ્યા હશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેરમાં ગત રાત્રે લગભગ ત્રણ વાગે આશાપુરી મંદિર વિસ્તાર માં ફોર વ્હીલ ગાડીમાં અજાણ્યા ઈસમો આવતા ચોરી કરવાના ઇરાદે આવ્યા હોવાની વાત વહેતી થઈ છે
સ્થળ પરથી મળતી માહિતી મુજબ રાજપીપળાના આશાપુરી વિસ્તારમાં ગઇકાલે વહેલી સવારે લગભગ ત્રણ વાગે એક મહારાષ્ટ્ર પારસિંગની ફોર વ્હીલ ગાડીમાં પાચ જેવા શખ્શો આવ્યા અને નીચે ઉતર્યા તો એમના હાથમાં ધારિયા જેવા હથિયારો હોવાનું પણ સ્થાનિકો એ જણાવ્યું હતું. હવે આ લોકો ચોરી કરવામાં ઇરાદે આવ્યા હોય એમ સ્થાનિકો ને લાગ્યું છે. જોકે આ વિસ્તાર માં ક્યાંયે ચોરી કે અન્ય કોઈ ઘટના બની નથી છતાં સ્થાનિક રહીશો આ વાતે ગભરાઈ રહ્યાં છે.
જાણવા મળ્યા મુજબ રાજપીપળા પોલીસ સ્ટાફ રાત્રી પેટ્રોલીંગ માં સતત ફરે જ છે પરંતુ કદાચ આ લોકો પોલીસ ગયા બાદ લાગ જોઈને આવ્યા હશે એમ લાગી રહ્યું છે. સ્થાનિકો ની માંગ છે કે આ તરફના વિસ્તાર માં રાત્રે પોલીસ બંદોબસ્ત મૂકે.
બોક્ષ : નાંદોદ તાલુકાના ગામડાઓ માં પણ કેટલાક ચોરો વાયરો કાપી ગયા ની વાત જાણવા મળી છે ત્યારે પોલીસ આ ચોર ટોળકી અને મહારાષ્ટ્ર થી ફોર વ્હીલ માં આવેલા ઈસમો કોણ છે અને કેમ આવ્યા હતા એ દિશા માં તપાસ કરી ઘટતું કરે તો સ્થાનિકો માં રહેલો ડર દૂર થાય
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
