<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

રાજપીપળાના હાઇવે માર્ગ ઉપર મુકાયેલા મોટાભાગના બમ્પ તૂટેલી હાલતમાં જોખમી છતાં તંત્ર ની આળસ

રાજપીપળા સિવિલથી હરસિધ્ધિ મંદિર તરફ જતા હાઇવે માર્ગ ઉપરના તૂટી ગયેલા બમ્પના કારણે ટુ વ્હીલ ચાલકોને અકસ્માત નડે છે

(ભરત શાહ દ્વારા)રાજપીપળાલ:રાજપીપળા શહેરના હાઇવે માર્ગ ઉપર મુકાયેલા બમ્પ પૈકી મોટાભાગના બમ્પ તૂટી ગયા હોવાથી વાહન ચાલકોને દરરોજ અકસ્માતનો ભોગ બનવું પડે છે છતાં તંત્ર આંખ આડા કાન કરી જાણે તમાશો જુએ છે
     રાજપીપળા વડીયા જકાતનાકાથી સિવિલ હોસ્પિટલ થઈ હરસિધ્ધિ મંદિર તરફ જતા હાઇવે માર્ગ ઉપર મુકેલા મોટાભાગના બમ્પ તૂટી ગયા હોવાથી વાહન ચાલકોને વારંવાર અકસ્માત નડે છે, તૂટેલા બમ્પમાં નીચેના પતરા પણ બહાર આવી જતાં અકસ્માતમાં જીવલેણ સાબિત થઈ શકે છે અથવા વાહન ચાલકને ગંભીર ઇજા પહોંચી શકે તેવી સ્થિતિ જોવા મળે છે.
    જોકે તાજેતરમાં તંત્ર દ્વારા સરકારી પ્રેસનોટ બહાર પાડવામાં આવી હતી જેમાં અસરગ્રસ્ત રસ્તાઓ નું તંત્ર દ્વારા યુધ્ધ ના ધોરણે પેચવર્ક અને મેટલવર્ક કરાયું હોવાના બણગા ફૂકાયા હતા પરંતુ હજુ ઘણા માર્ગો ખરાબ છે ઉપરાંત બમ્પ ની પણ અકસ્માત નોતરે તેવી સ્થિતિ પરથી સ્પષ્ટ જણાય છે કે તંત્ર એ કેટલું કામ કર્યું હશે

(9:39 PM IST)