હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 23rd September 2024
પિયર ચાલી ગયેલી પત્ની ના વિરહ માં પતિ એ ઝેરી દવા ગટગટાવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ખડગદા ગામના યુવાને પત્નીના વિરહમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે લઈ જવાયો હતો
મળતી માહિતી અનુસાર ઇમરાનભાઇ ઇલ્યાસભાઇ કુરેશી (ઉ.વ.૨૧)( રહે.ખડગદા નવી વસાહત તા.ગરૂડેશ્વર જી.નર્મદા) એ ગોરા કોલોની આદર્શ ગામ ખાતે પોતાની સાસરીમા તેની પત્ની છેલ્લા ત્રણેક માસ થી આવતી ના હોય જેને બોલાવવા માટે ગયેલ પરંતુ તે આવતી ના હોય અને સાસુ-સસરા ગાળાગાળી કરવા લાગતા આ બાબત ઇમરણભાઈ ને મનમા લાગી આવતા દવા પી લેતા આબાદ બચાવ થયો હતો. આ બાબતે સલામતી પોલીસ મથકે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
