<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

પોઇચા નર્મદા નદીમા વિસર્જન કરાયેલી ગણેશજીની પ્રતિમાઓ પાણીની બહાર રહી ગઈ

પાણીની બહાર રહેલી પ્રતિમાઓને શ્રી ગણેશ યુવા શક્તિ મંડળ દ્વારા નાવડી મારફતે નદીમાં વિસર્જિત કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:બે દિવસ પહેલા જ ગણપતિજીનું વિસર્જન ભાવ ભક્તિપૂર્વક કરવામાં આવ્યું જેમાં નાંદોદ તાલુકાના પોઇચા ભાટામાં જે ગણપતિજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તે પ્રતિમાઓ પાણી ઓછું થઈ જતા બહાર રહી ગઈ હતી જેના કારણે ભક્તો ચિંતિત હતા ત્યારે ચાણોદના ગણપતિ મંડળ ના યુવા મિત્રો દ્વારા બહાર રહી ગયેલી તમામ પ્રતિમાઓ ને નાવડી તથા બોટ દ્વારા ફરી નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવી તેથી કોઈ હિન્દુ સમાજની લાગણી ન દુભાઈ અને પ્રતિમાઓ બહાર રહી ન જાય તે માટે આ જાગૃત યુવાનો દ્વારા ગણેશજીની પ્રતિમાઓને નાવડી તથા બોટ માં લઇ નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવી હતી

(10:09 PM IST)