હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
આધાર કાર્ડ અપડેટ માટે કેન્દ્રો ચાલુ કરવા ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેકટર ને રજૂઆત કરી
શિષ્યવૃત્તિ સહિતની કામગીરી માટે આધાર કાર્ડમાં અપડેટ ખાસ જરૂરી છે માટે આધાર કેન્દ્રો વધારવા કલેકટર અને પ્રાંતને કરી રજૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં ઘણા સમયથી રેશનકાર્ડ માં કેવાયસી કરાવવા લોકો દોડી રહ્યા છે પરંતુ આધાર કાર્ડ માં મોબાઈલ નંબરની તકલીફ હોવાથી અસંખ્ય લોકો કેવાયસીથી અટવાયા હોવાથી ઠેર ઠેર દરેક તાલુકામાં આધાર કાર્ડ અપડેટ માટે દોડી રહ્યા છે જેમાં ડેડીયાપાડા તાલુકામાં આધાર કાર્ડ માટેના કેન્દ્રો ચાલુ કરાવવા ધારાસભ્ય ચૈતર વસાવા એ જિલ્લા કલેકટર અને ડેડીયાપાડા પ્રાંત અધિકારી ને લેખિત રજૂઆત કરી છે.
ધારાસભ્યએ કરેલી રજુઆતમાં જણાવ્યા મુજબ હાલમાં સરકારનાં શિક્ષણ વિભાગ દ્રારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોના શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના આધારકાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલ નામ મુજબ, મોબાઈલ નંબર, રેશનકાર્ડમાં નામ સાથે અઢાર અંકનો નંબર, બેંક ખાતા નંબર બાળકના પોતાનો હોય તો તે અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે. જેથી શિષ્યવૃત્તિની ઓનલાઈન કામગીરી થઇ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. આ બાબતે મને મારા કાર્યાલય પર વાલીઓ દ્વારા રૂબરૂ રજૂઆત કરતા અમે મામલતદાર ખાતે આધારકાર્ડ કેન્દ્રની તપાસ કરી તો, તે છેલ્લા એક વર્ષ થી બંધ હાલતમાં છે. હાલ એક માત્ર કેન્દ્ર આઈ.સી.ડી.એસ. ઓફિસમાં કાર્યરત છે. અમે રૂબરૂ મુલાકાત કરતા ત્યાં સવાર થી લઇ સાંજ સુધી માત્ર ૫૦ થી ૬૦ લોકોના આધારકાર્ડ અપડેટ થાય છે. તેની સામે સવારથી જ ૨૦૦ થી પણ વધારે વાલીઓ પોતાના બાળકો સાથે લાઈન પર ઉભા હતા, કેટલાક વાલીઓ રાત્રે થી જ બાળકો સાથે અહીં સૂઈ રહીને લાઈન પર ઉભા હતા. જે ખુબ જ ગંભીર બાબત છે. જે પ્રશાસનના નિષ્કાળજીના કારણે આમ પ્રજાને હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે તાત્કાલિક ધોરણે મામલતદાર કચેરી સહીતની કચેરીઓમાં બીજા ચાર જેટલા કેન્દ્રો ઉભા કરવા ઘટતી કાર્યવાહી કરવા રજૂઆત કરાઈ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
