હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોના બાપની દિવાળી? નર્મદા DPO કચેરીમાં વીજળીનો વેડફાટ જોવા મળ્યો
આખી ઓફિસ ખાલી હોવા છતાં લાઈટ, પંખા ચાલુ, શું આખી ઓફિસનો સ્ટાફ મિટિંગમાં જાય છે..?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:સરકારી તંત્ર આમ તો પોતાના રેઢિયાળ અને લાલિયાવાડી માટે બદનામ છે, પણ શિક્ષણ સાથે સંકળાયેલા વિભાગ પાસેથી તો લોકો સારા અને સુચારા વહીવટી વહેવારની આશા રાખે કારણ કે વિદ્યાર્થીઓ માં સંસ્કારો નું સિંચન કરતા શિક્ષકોને માર્ગદર્શન આપવાનું ભગીરથ કાર્ય તેમના શિરે છે.
નર્મદા જિલ્લા પંચાયતની ઇમારતમાં આવેલ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં 21 સપ્ટેમ્બર ના રોજ કર્મચારીઓની ગેરહાજરી વચ્ચે તેમના ટેબલ ઉપરના સિલિંગ ફેન ધમધમી રહેલા જોવા મળ્યા છે. બંને ઓફિસોમા થઈ કુલ 15 જેટલા પંખા કર્મચારીઓની ગેરહાજરીમાં ફૂલ સ્પીડમાં ધમધમી રહ્યા હતા. અને લાઈટો પણ ચાલુ હતી, આમ વીજળીનો ભારે વેડફાટ સરકારી કચેરીમા જોવા મળ્યો છે.
સરકાર પ્રજાને ઉપદેશ આપે છે, કે વીજળી બચાવો વીજળી બચાવો પણ સરકારના પોતાના તાબાના અધિકારીઓની ઓફિસોમા શું પ્રજાના પૈસે વીજળીના વેડફાટની છુટ આપી છે ? નર્મદા જિલ્લા પંચાયત બિલ્ડીંગ મા આવેલા અન્ય કચેરીઓ મા પણ આજ પ્રકારે દે ધના ધન પંખાઓ ફરતા જોવા મળે છે. ત્યારે નર્મદા જિલ્લા કલેકટર અને નર્મદા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આ વીજળીના બેફામ વપરાશને કાબુ કરવા લાગતા-વળગતા અધિકારીઓને સંકલન બેઠકમા બોલાવી તેમને આ મામલે પણ ખુલાસા પૂછવા જરૂરી છે, કે પ્રજા પાસે થી ઉઘરાવેલા ટેક્ષ ના પૈસા થી આ કોના બાપની દિવાળી થઈ રહી છે? પણ કોણ કરશે આ પહેલ એ પણ એક સવાલ છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
