<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

નવરાત્રીનો કૈફ! : અમદાવાદનો આ યુવા ૫ કિલોની પાઘડી અને ૭.૫ કિલોના કેડિયા સાથે ગરબે ઘુમશે

અમદાવાદ:તા.૨૩. ફેશન-ડિઝાઈનર અનુજ મુદલિયાર (૨૮) ફોક ડાન્સ અને ગરબાનો જબરજસ્ત શોખીન છે. તેઓ છેલ્લા ૮ વર્ષથી અલગ-અલગ થીમ પર ગરબામાં પાઘડીઓ જાતે જ બનાવીને ગરબામાં ઘુમે છે.

આ વખતે આત્મનિર્ભર ભારતની થીમ પર બનાવેલી પાઘડીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સિંહાસન પર બેસાડ્યા છે, સુરતનું ડાયમંડ બુર્સ ક્રિએટ કર્યું છે અને કલકત્તાના રેપ કેસ માટે સંદેશ આપ્યો છે.

અનુજ જે પાઘડી પહેરવાનો છે તેનું વજન 5 કિલો અને કેડીયા નું વજન આશરે સાડા સાત કિલો જેવું હશે, અને આ ભારે ભરખમ વસ્ત્રો પહેરી તે ગરબી ઝૂમશે તેમ જાણવા મળે છે.

 

(10:25 PM IST)