<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

હાઇવે પર પડેલા ખાડાના કારણે બબાલ: ટ્રકનું વ્હીલ ખાડામાં પડ્યું, પાણી ઉડતા બાઈક સવારે ટ્રક ડ્રાઈવરને લાકડીના સપાટા માર્યા

રસ્તાની મરામતના દાવા કરતા તંત્રના અધિકારીઓએ માત્ર કાગળ પર જ રસ્તાનું રીપેરીંગ કર્યું છે .?

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદરવા ટેકરા પાસે ટ્રક નું વ્હીલ ખાડા માં પડતાં બાઈક સવાર ને પાણી ઉડ્યું જેમાં ટ્રક ચાલક ને લાકડીના સપાટા મારી ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે
    પ્રાપ્ત માહિતી અનુસાર હર્ષદભાઈ અરવિંદભાઈ બારીયા (રહે-સુરવા મંદિર ફળિયુ તાલુકો તિલકવાડા જિલ્લો નર્મદા ) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની ટ્રક નંબર-GJ-06-AV-9358 મા રેતી ભરીને બોડેલીથી કોઠારા ગામે જતા હોય દેવલીયાથી રાજપીપળા જતા રસ્તામાં ખાડા પડેલ હોય અને વરસાદ પડેલ હોવાથી પાણી ભરાયા હતા, અજાણતા ટ્રકનુ વ્હીલ ખાડામાં પડતા બાજુમાંથી મોટર સાયકલ લઈને પસાર થઈ રહેલ અને પાછળ બેસેલ જયદીપભાઇ તડવીને પાણી ઉડતા કપડા પલળી જતા ગાળા- ગાળી કરી ત્યારબાદ સુરવાથી ભાદરવા ટ્રક લઈને આગળ જતા ભાદરવા ટેકરા પાસે જયદીપભાઇ તડવી એ તેના બે મિત્રો ને બોલાવી ત્રણેય જણા એ ટ્રકને અટકાવી જયદીપે ડાબા હાથના કાંડા પાસે ઉપરા ઉપરી ડંડાના સપાટા મારી મોબાઇલ રોડ પર પછાડી ભાગી નાખી નુકશાન કરી તેના મિત્રો એ ટાંટીયા ભાગી નાખવાની ધમકી આપી બંને પગના ઘૂંટણથી નીચે ઉપરા ઉપરી ડંડાના સપાટાઓ મારતા ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય તિલકવાડા પોલીસે (૧) જયદીપભાઇ તડવી જેના બાપના નામની ખબર નથી રહે.ગરૂડેશ્વર જી.નર્મદા તેમજ તેના બે મિત્રો વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:22 PM IST)