<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

સોલીયા ગામમાં લાઈટ રિપેર કરવા ઇલેક્ટ્રિક પોલ પર ચઢેલા શખ્સ ને કરંટ લાગતા નીચે પટકાતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના સોલિયા ગામમાં કરંટ લાગતા પોલ પરથી નીચે પડેલા શખ્શનું મોત થયું છે
     મળતી માહિતી અનુસાર કનુભાઇ લક્ષ્મણભાઇ વસાવા (રહે.સોલીયા સોસાયટી ફળીયુ) નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ મરનાર તેમના નાના ભાઈ મહેશભાઇ લક્ષ્મણભાઇ વસાવા (ઉ.વ.૩૭)( રહે.સોલીયા) નાઓ પોતાના ઘરના મીટર માંથી બે ત્રણ દિવસથી લાઇટ આવતી જતી હોઇ જેથી તેઓ ઘરની સામે આવેલ ઇલેકટ્રીક થાંભલા ઉપર પોતાની જાતે ચઢી પક્ડ વડે મીટરનો વાયર બાંઘતા હતા તે વખતે તેના હાથમાં કરંટ લાગતા થાંભલા ઉપરથી નીચે પડી જતા મોત થયું હતું. ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.

(10:40 PM IST)