હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘો મંડાણ : સૌથી વધારે વલસાડના પારડીમાં 4.17 ઇંચ વરસાદ ખાબકિયો
વાપી 45 મીમી (1.77 ઇંચ), વાંસદા 24 મીમી, પલસાણા 20 મીમી, મહુવા 11 મીમી, ધરમપુર, ગરબડા 10 મીમી, ઉના 8 મીમી, બારડોલી 6 મીમી, ચીખલી, વલસાડ 5 મીમી, સુરત 4 મીમી, શુબીર 3 મીમી, ડાંગ-આહવા, ખેરગામ, નવસારી 2 મીમી, ચોર્યાસી અને નવસારીમાં 1 મીમી વરસાદ વરસ્યો

અમદાવાદ: રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ જોવા મળી રહ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો સોમવારને 23 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વલસાડના પારડીમાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગાંધીનગરના ડેટા પ્રમાણે આ તાલુકામાં વરસાદ વરસ્યો છે. પારડી 106 મીમી (4.17 ઇંચ), વાપી 45 મીમી (1.77 ઇંચ), વાંસદા 24 મીમી, પલસાણા 20 મીમી, મહુવા 11 મીમી, ધરમપુર, ગરબડા 10 મીમી, ઉના 8 મીમી, બારડોલી 6 મીમી, ચીખલી, વલસાડ 5 મીમી, સુરત 4 મીમી, શુબીર 3 મીમી, ડાંગ-આહવા, ખેરગામ, નવસારી 2 મીમી, ચોર્યાસી અને નવસારીમાં 1 મીમી વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. આ જિલ્લામાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે. 25 સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે સુરત, ડાંગ, નવસારી અને તાપીમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
રાજ્યમાં વરસાદની વિદાય હજુ થઇ નથી. આગામી 28 તારીખ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે. જોકે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે નહીં, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
