હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભરૂચ જીલ્લામાં માસૂમ દસ મહિનાની બાળકીને ચિપ્સના બહાને લઈ જય હેવાન હવસખોર દિપકએ બાળકીને પીંખી નાખી

ભરૂચ : જીલ્લામાં ક્રાઈમની ઘટનાઓમાં ઘરખમ વધારો થયો છે. હવે તો માસુમ બાળકીઓ સુરક્ષિત ન હોય તેવો કિસ્સો પાનોલી પંથકમાંથી સામે આવ્યો છે. જ્યાં ઘર આંગણે રમતી બાળકીને ચિપ્સ અપાવાના બહાને પડોશી પરપ્રાંતીય નરાધમે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. હવસખોર આરોપીએ બાળકી પર દુષ્કર્મ આચરતા બાળકી રડવા લાગતા તેની દાદી દોડી આવી હતી અને બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા.
અત્રે જણાવીએ કે, બાળકીની માતા બાળકીને લઈ નજીકના રેસ્ટોરન્ટમાં કામ કરવા જતી અને ત્યાં નજીકમાં જ રહેતો પરપ્રાંતીય 27 વર્ષીય દિપક કુમાર બાળકીને ઘણી વખત રમાડતો અને રમાડવા લઈ પણ જતો હતો. આમ એક દિવસ તે બાળકીને રમાડવાના અને ચિપ્સ અપાવાના બહાને થોડે દૂર રેસ્ટોરન્ટની પાછળ લઇ ગયો હતો અને તે દરમિયાન બાળકી સાથે ગંભીર પ્રકારનું કૃત્ય કરતા બાળકી રડવા લાગી હતી અને બાળકીના રડવાથી આજુબાજુના લોકો એકત્ર થઈ જતા નરાધમ બાળકીને મૂકી ભાગી ગયો હતો.
બાળકીને માતાએ હાથમાં લેતા જ તેના ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજા જણાતા દુષ્કર્મની શંકાએ સૌ પ્રથમ નજીકના હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જે બાદ પોલીસ કરતા પોલીસે નરાધમ સામે બળાત્કાર,અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધરપકડ કરી મેડિકલ પરીક્ષણ કરાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે, વર્તમાન સમયમાં બાળકીઓને અજાણ્યાઓને રમાડવા આપવી પણ જોખમ કારક સાબિત થઈ શકે છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
