<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ગુજરાતમાં લગ્નની નોંધણી ૧ દાયકામાં ડબલ

૨૦૧૪માં ૧,૫૮,૬૦૫ની નોંધણી જયારે ૨૦૨૩માં ૩,૪૦,૩૫૭

અમદાવાદ, તા.૨૪: છેલ્લા એક દાયકામાં લગ્ન નોંધણીની વાર્ષિક સંખ્‍યા બમણીથી વધુ થઈ ગઈ છે, જેમાં કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન નજીવો ઘટાડો જોવા મળ્‍યો છે . ૨૦૧૪માં રાજ્‍યમાં ૧,૫૮,૬૦૫ લગ્ન નોંધાયા હતા, જ્‍યારે વર્ષ ૨૦૨૩માં આ સંખ્‍યા વધીને ૩,૪૦,૩૫૭ થઈ ગઈ હતી.

અધિકળત ડેટા અનુસાર, ગત વર્ષની સરખામણીએ ૨૦૨૦માં લગ્નની નોંધણીમાં લગભગ ૧૧%નો ઘટાડો થયો છે.

જ્‍યારે વર્ષ ૨૦૧૯માં ૨,૦૯,૭૬૧ લગ્ન નોંધાયા હતા, જ્‍યારે વર્ષ ૨૦૨૦માં આ સંખ્‍યા ઘટીને ૧,૮૬,૭૯૦ થઈ ગઈ હતી.

જો કે, અગાઉના વર્ષની સરખામણીમાં વર્ષ ૨૦૨૧માં નોંધાયેલા લગ્નોની સંખ્‍યામાં ૩૬.૫%નો વધારો થયો છે. ૨૦૨૦ માં ૧,૮૬,૭૯૦ નોંધણીઓ હતી, જે ૨૦૨૧ માં ૬૮,૧૮૯ વધીને ૨,૫૪,૯૭૯ થઈ હતી, એમ સત્તાવાર આંકડા કહે છે.

રાજ્‍ય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ રાજ્‍યમાં લગ્ન નોંધણીના વાર્ષિક રેકોર્ડની જાળવણી કરે છે.

(10:40 AM IST)